જામકંડોરણામાં પ્રૌઢ પર પોલીસ દ્વારા અમાનુષી માર મારવાનાં મુદે ધોરાજી તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર

0
28
Share
Share

ધોરાજી ૧૫ :

જામકંડોરણાના ઇન્દિરાનગરમાં રહેતા અનિરુદ્ધસિંહ દોલુભા જાડેજા ઉમર વર્ષ ૫૫ને સામાન્ય બોલાચાલી માટે જામ કંડોરણાના સબ ઈન્સ્પેકટર યુ. કે. ગોહેલ એ અને તેમના સ્ટાફે મળીને પોલીસ મથક તથા જાહેરમાં પાઇપ લાકડી ધોકાથી બેફામ માર મારીને ગંભીર રીતે ઘાયલ કરેલ છે. પોલીસના આ અમાનવીય કૃત્યથી સમગ્ર જામ કંડોરણાના લોકો અને ક્ષત્રિય સમાજમાં ઉગ્ર નારાજગી વ્યાપી છે. ગંભીર શારીરિક નુકશાનના કારણે તેમની જામ કંડોરણા ખાતે સારવાર ન થઈ શકતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે. પોલીસની આટલી હદે જોહુકમી પછી પણ આ બાબતમાં કોઈ ફરિયાદ સ્વીકારવા તૈયાર નથી આ બનાવ તારીખ ૨/૯/૨૦૨૦ ના બન્યા પછી આ બાબતમાં જામકંડોરણા રાજપૂત સમાજે જવાબદાર કર્મીઓ સામે ફરિયાદ દાખલ કરવા પ્રયાસ કરેલ છે.તારીખ ૭/૯/૨૦૨૦ના રોજ જામકંડોરણાનાં મામલતદાર ને આવેદન પત્ર પાઠવેલાવેલ છે. તારીખ૧૧/૯/૨૦૨૦ના રાજપૂત સમાજની જિલ્લાભરની સંસ્થા  રાજકોટ જિલ્લા રાજપૂત સમાજદ્વારા કલેક્ટર રાજકોટને આવેદન પત્ર પાઠવેલ છે. આ ઘટના ઉપર આંદોલનનો કાર્યક્રમ આગળ ચલાવવા તારીખ ૧૨/૯/૨૦૨૦ના રોજ પીડિતના વતન પીપરડી મુકામે યુવા સંમેલન મળ્યું હતું અને તારીખ ૧૩/૯/૨૦૨૦ પીપરડી મુકામે રાજકોટ જિલ્લાના દરેક તાલુકાનાં અને ગ્રામ્ય સ્તરના તમામ પ્રમુખો-હોદેદારો તથા કાર્યકરોનું સંમેલન મળી ગયું છે. અને આ પ્રશ્ન સરકારમાં રજૂઆત કરવા ઠરાવેલ છે. અને આ બનાવમાં જામકંડોરણા રાજપૂત સમાજે કરેલ કામગીરીને સમર્થન આપીને ટેકો જાહેર કરેલ છે.

અમે પણ આ બાબતમાં જામકંડોરણા રાજપૂત સમાજને અમારો સંપર્ણ ટેકો જાહેર કરીએ છીએ. તેમજ અમારી માંગણી મુજબની પોલીસ ફરિયાદ ત્વરિત નોંધવા વિંનતિ કરવામાં આવે છે,આટલી રજૂઆત પછી પણ હજુ સુધી ફરિયાદ લેવામાં આવતી નથી તે ગંભીર બાબત છે.સરકારનું હિટલરશાહી જેવુ જાડી ચામડી જેવું ખંધું તંત્ર આ કેસમાં માનવતા અને લોકશાહી મૂલ્યોને સંદતર અવગણી ફરિયાદ નોંધવા તૈયાર નથી. આ ફરિયાદ નોધવામાં નહીં આવેતો અમે પણ જામકંડોરણા રાજપૂત સમાજ સાથે આ આંદોલનમાં જોડાઈશું તેની ગંભીર નોંધ લઈને આ કેસમાં પોલીસ ફરિયાદ નોધી અમને પ્રત્યુતર પાઠવવા આપને તાકીદભરી વિનંતિ છેનું આવેદન પત્ર માં જણાવાયુ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here