જામકંડોરણાઃ સોડવદર ગામે બિમારીથી કંટાળી યુવાનનો આપઘાત

0
30
Share
Share

ધોરાજી, તા.૨૪

જામકંડોરણાના સોડંવદરમાં રહેતા રબારી યુવાને બાકડાની આડીમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી. યુવાને માનસિક બિમારીથી કંટાળી આપઘાત કરી લીધાનું જાણવા મળી રહયુ છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જામકંડોરણાનાં સોડંવદરમાં રહેતા લાખાભાઇ કરણાભાઇ ખાંભલા (રબારી) (ઉ.વ. ૩૨) નામના યુવાને માનસિક બિમારીથી કંટાળી રાત્રીનાં સમયે લાકડાની આડીમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતા અત્રેની સિવિલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. લાખાભાઇ ત્રણ ભાઇમાં વચેટ અને અપરિણીત હતો. તેમના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયુ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here