જામકંડોરણાઃ પ્રૌઢને પોલીસે મારમાર્યાના આક્ષેપ સાથે સારવારમાં

0
23
Share
Share

રાજકોટ, તા.૪

જામકંડોરણાના ઇન્દીરાનગરમાં રહેતા અને ખેતી કરતા અનિરુધ્ધસિંહ દોલુભા જાડેજા (ઉ.૫૫) ગત તા. ૨ના રોજ જામકંડોરણામાં જ આવેલી પોતાના પુત્રની દુકાનેથી ઘર તરફ આવી રહ્યા ત્યારે એક યુવાન બાઈક ચાલક સાથે તેમનું બાઈક અથડાતા રહી ગયું હતું.

જેથી અનિરુધ્ધસિંહે યુવાનને ઠપકો આપ્યો હતો. જે બાબતે યુવાન વતી કેતનભાઈ લુણાગરીયા નામના વ્યક્તિએ પોલીસને અરજી કરી હતી કે, અનિરુધ્ધસિંહે ઠપકો આપી માર માર્યો હતો. આક્ષેપ સાથેકરાયેલી અરજી પર પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ અગાઉ પણ મારામારી અને દારુના ગુનામાં અનિરુધ્ધસિંહ સામે કાર્યવાહી થઇ હતી.

જેથી આ અરજી પર તેમની તત્કાલ અટકાયત કરવામાં આવી હતી.ઇજાગ્રસ્ત પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, અનિરુધ્ધસિંહને જાહેરમાં નગરના નાકા પાસે પીએસઆઈ અને તેના સ્ટાફે માર માર્યો હતો અને અટકાયતમાં લીધા હતા. પોલીસ મથકે પણ રાત્રિ દરમિયાન ત્રણેક વખત માર મારવામાં આવ્યો હતો. બીજા દિવસે તા. ૩ના રોજ મામલતદાર સમક્ષ જામીન માટે હાજર થયા ત્યારે પરિવારજનો અને મામલતદારને આપવીતી જણાવતા તેમને તુરત હોસ્પિટલે ખસેડાયા હતા.

પ્રથમ જામકંડોરણા પ્રાથમિક સારવાર અપાયા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમા રીફર કરાયા હતા. બનાવ બાદ પીએસઆઈ અને માર મારનાર પોલીસ સ્ટાફ સામે કાર્યવાહી થાયતેવી માંગ પરિવારજનો દ્વારા કરવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here