જાફરાબાદમાં નવ વર્ષ પૂર્વે રૂા.૮૦ હજારની લાંચ લેતા ઝડપાયેલા ના.મામલતદારને ૭ વર્ષની કેદ

0
26
Share
Share

અમરેલી તા. ૧૭

વર્ષ ૨૦૧૧ના રૂપિયા ૮૦ હજારની લાંચ કેસમાં જાફરાબાદનાં તત્કાલીન નાયબ મામલતદારને ૭ વર્ષની સજા ફરમાવી છે.

જિલ્લા મદદનીશ સરકારી વકીલ બી.એમ. શિયાળની ધારદાર દલીલ બાદ રાજુલા એડી. સેશન્સ અને સ્પેશ્યલ (એ.સી.બી.) કોટર્ના જજ એસ.પી. ભટ્ટે પુરાવાઓ માન્ય રાખી જાફરાબાદના નાયબ મામલતદાર આરોપી અલ્તાફભાઈ કાળુભાઈ પરમારે સને-ર૦૧૧માં જાફરાબાદમાં મામલતદાર કચેરીમાં પોતાની ફરજ દરમિયાન વારસાઈ નોંધ પાડવા માટે રૂા. ૮૦,૦૦૦ની લાંચની રકમની માગ કરતા તેના વિરૂધ્ધ અમરેલી એ.સી.બી. દ્વારા છટકુ ગોઠવીને પકડેલ તે કેસ ચાલી જતા સાત વર્ષની સજા અને રૂા. પ૦,૦૦૦નો દંડ અને ફરિયાદીને રૂા. ર,૦૦,૦૦૦ વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરેલ છે. આ હુકમથી જિલ્લાના લાંચીયા અધિકારીમાં ફફડાટ ફેલાઈ ગયેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here