જાપાનમાં કોરોનાનો નવો ખતરનાક સ્ટ્રેન, ઇમરજન્સી જાહેર

0
20
Share
Share

ટોક્યો,તા.૧૧

ચીનના વુહાન શહેરમાંથી નીકળેલ કોરોના વાયરસ સતત પોતાના નવા-નવા સ્વરૂપ ધારણ કરતાં ખૂબ જ સંક્રમક થઇ રહ્યું છે. બ્રિટન, દક્ષિણ આફ્રિકા બાદ હવે જાપાનમાં પણ કોરોના વાયરસનો એક નવો મ્યુટેટ સ્ટ્રેન મળ્યો છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે કોરોના વાયરસનો આ નવો સ્ટ્રેન બ્રિટનમાં જોવા મળેલા સ્ટ્રેનની જેમ જ ખૂબ જ વધુ સંક્રમક છે. કોરોના વાયરસનો આ નવો સ્ટ્રેન અત્યાર સુધી જોવા મળ્યો નહોતો અને બ્રાઝીલથી પાછા આવેલા ૪ લોકોમાં જોવા મળ્યો છે.

નિક્કેઇ એશિયાના રિપોર્ટ પ્રમાણે આ સંક્રમિત પેસેન્જર બે જાન્યુઆરીના રોજ બ્રાઝીલથી જાપાનના હનેદા એરપોર્ટ પર ઉતર્યા હતા. આ લોકોમાં મહિલાઓ અને પુરુષ બંને સામેલ છે. આ તમામ લોકોનો એરપોર્ટ પર ટેસ્ટ થયો હતો અને હવે રિઝલ્ટ પોઝિટિવ આવ્યા છે. જે ત્રણ લોકોમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે તેમાં શ્વાસ લેવામાં મુશ્કેલી, તાવ અને ગળામાં મુશ્કેલી જોવા મળી છે.

બ્લૂમબર્ગના રિપોર્ટના મતે અંદાજે ૪૦ વર્ષના એક વ્યક્તિમાં જાપાના પાછા ફરતા કોઇ લક્ષણ દેખાયા નહોતા પરંતુ બાદમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. પીડિત વ્યક્તિને શ્વાસ લેવામાં મુશ્કેલી થઇ રહી છે. આ તમામ લોકોની તપાસ કરાઇ હતી જેમાં કોરોના વાયરસના એક નવા સ્ટ્રેનની ખબર પડી છે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને કોરોનાના આ નવા સ્ટ્રેન અંગે માહિતી આપી દીધી છે.

જાપાને ઝડપથી ફેલાતા કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ઇમરજન્સી સ્થિતિની જાહેરાત કરી દીધી છે. આ ઇમરજન્સીની સ્થિતિ સાત ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here