જાન્યુઆરી માસમાં કુલ નિકાસ વાર્ષિક તુલનાએ ૨૭.૩૪ અબજ ડોલરે પહોંચી

0
29
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨

વૈશ્વિક માંગ વધવાની સાથે નિકાસમાં વૃદ્ધિ અને આયાત વૃદ્ધિદર મંદ રહેવાથી ભારતની વેપાર ખાધમાં સંકોચન થયુ છે. આજે વેપાર અને વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ કેલેન્ડર વર્ષ ૨૦૨૧ના પ્રથમ મહિના જાન્યુઆરીમાં ભારતની કુલ નિકાસ વાર્ષિક તુલનાએ ૫.૩૭ ટકા ઘટીને ૨૭.૩૪ અબજ ડોલર નોંધાઇ છે. નિકાસમાં આ વૃદ્ધિ ફાર્માસ્યુટીકલ્સ અને એન્જિનિયરિંગ સેક્ટરની તંદુરસ્ત વૃદ્ધિને આભારી છે.

તો બીજી બાજુ જાન્યુઆરી મહિનામાં દેશમાં માલસામાનની તુલ આયાત વાર્ષિક તુલનાએ ૨ ટકા ઘટીને ૪૨ અબજ ડોલર નોંધાઇ છે. આમ નિકાસની વૃદ્ધિની તુલનાએ આયાતનો વૃદ્ધિદર મંદ રહેવાથી દેશની વેપાર ખાધ જાન્યુઆરી મહિનામાં ઘટીને ૧૪.૭૫ અબજ ડોલર નોંધાઇ છે.

જાન્યુઆરીમાં ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરની નિકાસ ૧૬.૪ ટકા વધીને ૨૯.૩ કરોડ ડોલર થઇ છે. તો એન્જિનિયરિંગ ગુડ્‌સની નિકાસ પણ ૧૯ ટકાની વૃદ્ધિમાં ૧.૧૬ અબજ ડોલર નોંધાઇ છે. ઉપરાંત આયર્ન ઓરની નિકાસ પણ ૧૦૮.૬૬ ટકા વધીને ૦.૨૭ અબજ ડોલર રહી છે.

જો કે સોનાની આયાતમાં ફરી ઉછાળો સરકાર માટે ચિંતાનો વિષય બની શકે છે. જાન્યુઆરીમાં વાર્ષિક તુલનાએ સોનાની આયાત ૧૫૪ ટકાના જંગી ઉછાળામાં ૨.૪૫ અબજ ડોલર નોંધાઇ છે. તો ગત મહિને બિન પેટ્રોલિયમ પેદાશોની આયાત ૧૫.૮૧ ટકા વધીને ૩૨.૫૯ અબજ ડોલર રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here