જાધવના વકીલ નિયુક્ત કરવા ભારતને વધુ એક તક આપવી જોઈએઃ પાક. કોર્ટ

0
26
Share
Share

ઇસ્લામાબાદ,તા.૩

કુલભૂષણ જાધવના કેસમાં પાકિસ્તાન સરકાર વધુ એક વખત હાંસીને પાત્ર બની છે. પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારને કોઈ બીજાએ નહીં પરંતુ તેની જ ઈસ્લામાબાદ સ્થિત હાઈકોર્ટે ઝટકો આપ્યો છે. ગુરુવારે કોર્ડે તેના ઓર્ડરમાં જણાવ્યું કે કુલભૂષણ જાધવ માટે ભારતના વકીલ નિયુક્ત કરવા માટે ભારતને વધુ એક તક મળવી જોઈએ. પાકિસ્તાન આ કેસના સંદર્ભમાં અનેક વખત ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઈસીજ)ના ઓર્ડરનું પાલન કરી રહ્યું હોવાના ગુણગાન ગાતું રહ્યું છે પરંતુ તેના તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે. હાઈ કોર્ટે હાલ આ કેસની સુનાવણી એક મહિના માટે ટાળી છે.

પાકિસ્તાનની સૈન્ય કોર્ટે ભારતના કુલભૂષણ જાધવને જાસૂસીના અપરાધ બદલ ફાંસીની સજા ફટકારી હતી. આ કેસમાં કુલભૂષણ જાધવ માટે ભારતના વકીલ નિયુક્ત કરવાના કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટે સુનાવણી કરી હતી.

ભારતના નિવૃત લશ્કરના અધિકારી કુલભૂષણ જાધવ હાલ પાકિસ્તાનની જેલમાં કેદ છે. પુર્નવિચાર અરજી દાખલ કરવા વકીલ નિમણૂક કરવા માટે હાલ કેસ ચાલી રહ્યો છે. એટર્ની જનરલ ખાલિદ જાવેદ ખાને કોર્ટને જણાવ્યું કે આઈસીજેના આદેશનું પાલન કરતા પાકિસ્તાને ભારતને રાજદ્વારી પહોંચ આપી. તેમણે કોર્ટમાં એવું પણ જણાવ્યું કે, ભારતે વકીલ નિયુક્ત કરવાની પાકિસ્તાનની દરખાસ્તનો જવાબ નથી આપ્યો.

ઈસ્લામાબાદે હાઈ કોર્ટે દલીલો સાંભળ્યા બાદ આદેશ કર્યો કે જાધવ કેસમાં ભારતને તેનો ઓર્ડર મોકલવામાં આવે અને ૩ ઓક્ટોબર સુધી સુનાવણી ટાળી છે. પાકિસ્તાન જાધવના કેસમાં પુર્નવિચાર અરજી માટે મંજૂરી આપવાના આઈસીજેના આદેશ પર વિશેષ કાયદો લાવ્યું છે. ભારતે પાકિસ્તાનની કોર્ટના આ નિર્ણયને આઈસીજેમાં પડકારતા અપીલ કરી હતી. આ ઉપરાંત ભારતને કોન્સ્યુલર એક્સેસ નહીં આપવાના મામલે પણ પાકિસ્તાન વિરુદ્ધ અપીલ કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here