જાણીતા અભિનેત્રી હિમાની શિવપુરી કોરોનાથી સંક્રમિત

0
19
Share
Share

શિવપુરીએ તસવીર શેર કરતાં લખ્યું, મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, મારા સંપર્કમાં આવેલા લોકોે ટેસ્ટ કરાવી લે

મુંબઇ,તા.૧૪

જાણીતા અભિનેત્રી હિમાની શિવપુરી હાલ સીરિયલ હપ્પુ કી ઊલટન પલટનમાં કટોરી દેવીના રોલમાં જોવા મળે છે. હિમાની શિવપુરીના ફેન્સને ચિંતા કરાવે તેવા સમાચાર મળી રહ્યા છે. હિમાની શિવપુરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હિમાની શિવપુરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ મૂકીને કોરોના સંક્રમિત થયા હોવાની જાણકારી આપી છે. હિમાની શિવપુરીએ પોતાની એક તસવીર શેર કરતાં લખ્યું, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવી લેવાની વિનંતી છે. હપ્પુ કી ઊલટન પલટન સીરિયલમાં હિમાની શિવપુરી ઉપરાંત કમના પાઠક, યોગેશ ત્રિપાઠી, ઝારા સેઠજીવાલા, સંજય ચૌધરી અને વિશ્વનાથ ચેટર્જી જેવા કલાકારો કામ કરે છે. મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા જ આ સીરિયલના પ્રોડ્યુસર સંજય કોહલીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હપ્પુ કી ઊલટન પલટન શો એક એવા પોલીસકર્મીની આસપાસ ફરે છે જે પોલીસ સ્ટેશનમાં ખૂબ રુઆબ બતાવે છે પરંતુ ઘરમાં પત્ની સામે એકદમ બીકણ છે. પરિવાર, મા અને બાળકો સાથે હપ્પુના મજબૂત સંબંધો આ શોમાં જોવા મળે છે. દર્શકોને આ શો ખૂબ પસંદ આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હિમાની શિવપુરી એક જાહેરાતના શૂટિંગ માટે ગયા હતા. ત્યાંથી આવ્યા બાદ તેમનામાં લક્ષણો દેખાવાના શરૂ થતાં તાત્કાલિક ટેસ્ટ કરાવ્યો હતો. કમનસીબે હિમાની શિવપુરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હિમાનીએ કોરોના સંક્રમિત થયાની જાણકારી આપતાં મિત્રો અને ફેન્સ તેમના જલદી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here