જાડેજા ઈંગ્લેન્ડ સામે રમાનારી સિરીઝની પ્રથમ બે ટેસ્ટમાંથી પણ આઉટ

0
22
Share
Share

સિડની,તા.૧૧

ઓસ્ટ્રેલિયામાં ખેલાડીઓની ઈજાથી પરેશાન ભારતીય ક્રિકેટ ટીમને રવીન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થતા મોટો ફટકો પડ્યો છે. જાડેજા ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ચોથી અને અંતિમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. એટલું જ નહીં તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઘરઆંગણે રમાનારી આગામી સિરીઝની પ્રથમ બે ટેસ્ટમાંથી પણ બહાર થઈ ગયો છે. જાડેજાને સિડનીમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના પ્રથમ દાવમાં બેટિંગ વખતે અંગૂઠામાં પર બોલ વાગ્યો હતો અને બાદમાં સ્કેનમાં જાણવા મળ્યું હતું કે તેના અંગૂઠામાં ફ્રેક્ચર થયું છે.

ઈજાના કારણે જાડેજા ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં બોલિંગ કરી શક્યો ન હતો. તેને પ્રથમ દાવમાં બેટિંગ વખતે મિચેલ સ્ટાર્કનો એક શોર્ટ બોલ ગ્લોવ્ઝ પર વાગ્યો હતો. તેને મેદાન પર જ તબીબી સહાયની જરૂર પડી હતી. બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, રવીન્દ્ર જાડેજા ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી પ્રથમ બે ટેસ્ટમાંથી પણ બહાર થઈ ગયો છે. તેની ઈજા સાજી થવામાં ચારથી છ સપ્તાહનો સમય લાગશે જેના કારણે તે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટમાં રમી શકશે નહીં. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝ રમાવાની છે જેનો પ્રારંભ ૫ ફેબ્રુઆરીથી થશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here