જસદણ : હોડથળી ગામે એસીડ પી લેનાર યુવાનનું સારવારમાં મોત

0
25
Share
Share

રાજકોટ તા. ર૦

જસદણના કાંતરા ગામે રહેતો મહેશ લાલજીભાઇ ગેડીયા (ઉ.વ. ૧૯) નામનો યુવાન આજીડેમ નજીક હોડથલી ગામમાં આવેલા સબ સ્ટેશનમાં નોકરી પર હતો ત્યારે મગજ ભમતા તેણે કંટાળીને એસીડ ગટગટાવી લેતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, તેનું સારવારમાં મોત નિપજ્યું હતું.

મહેશ એક ભાઇ અને એક બહેનમાં મોટો હતો અને તેના મિત્રએ જણાવ્યું હતું કે, મહેશ હોડથલી સબ સ્ટેશનમાં કોન્ટ્રાકટ બેઇઝ પર નોકરી કરતો હતો તેનો મગજ ભમતા પગલું ભરી લીધા બાદ ૧૦૮ મારફતે સિવિલમાં ખસેડાયો હતો, યુવકના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે, આજીડેમ પોલીસ મથકના વાય.ડી. ભગત સહિતના સ્ટાફે તપાસ આદરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here