જસદણ : વિરનગરમાં જીવતી સળગાવી દેતા પરિણીતાનું સારવારમાં મોત

0
25
Share
Share

અંધશ્રધ્ધામાં બનેલી ઘટના હત્યામાં પલ્ટાઇ, ત્રણ આરોપીની ધરપકડ

જસદણ તા. ર૩

મુળ સંતલામપુર મહીસાગરની વતની અને હાલ જસદણના વીરનગરમાં રહેતી ઉર્મીલાબેન પંકજભાઇ ચંદાણા (ઉ.વ. ર૩) નામની આદીવાસી મહીલાને તેના બનેવી મુકેશ તેમજ કૌટુંબીક કાકા તેમજ પોતાની જાતની ભુવા તરીકે ઓળખાવનાર નીલેશ તથા તેનો મામો સતીષ સહીત પાંચ શખ્સોએ મળી ઝઘડો કરી પથ્થર-લાકડી વડે માર માર્યા બાદ કડબનાનો સળગતો પુડો પરિણીતા પર નાખી તેને

જીવતી સળગાવી દીધી હતી.

ગંભીર હાલતમાં રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડાયેલ પરિણીતાએ પોતાના મરણોનમુખ નીવેદનમાં જણાવ્યુ હતું કે આરોપીઓએ તેની પર માતાજીના શબ્દ અને મંત્ર લઇ ગયાનું આળ મુકી મારકુટ કરી જીવતી સળગાવી હતી. તેમજ બચાવવા વચ્ચે પડતા તેના પતિને ઓરડીમાં પુરી દીધો હતો. પાંચ દિવસની સારવાર બાદ પરિણીતાએ હોસ્પિટલ બીછાને દમ તોડી દેતા બનાવ હત્યામાં પલ્ટાયો છે. આ મામલે આટકોટ પોલીસ મથકના પીએસઆઇ કે.પી. મહેતા તથા ટીમે તપાસ હાથ ધરી આરોપી મુકેશ, નીલેશ અને સતીષને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here