જસદણ : જુગાર રમતા પાંચ આરોપીને ઝડપી પાડતી એલસીબી

0
12
Share
Share

રાજકોટ, તા.૨૫

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાએ પ્રોહી. જુગારની બદી નાબુદ કરવા સુચના આપેલ હોય જે અંગે પો.ઈન્સ. એમ.એન.રાણાની રાહબરી હેઠળ એલ.સી.બી. પીએસઆઈ એચ.એમ.રાણા એએસઆઈ પ્રભાતભાઈ બાલાસરા, રહીમભાઈ દલ, મેહુલભાઈ બારોટ, પ્રણયભાઈ સાવરીયા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હકિકત મળેલ કે જસદણ ખાતે રહેતા ભરતભાઈ દેવકુભાઈ ખાચર રહે.જસદણ પોલારપર રોડ સાગર મીલની બાજુમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારના સાધનો સવલતો પુરી પાડી પોતાના અંગત ફાયદા સારૂ પૈસા તથા ગંજીપતાના પાના વતી તીનપતીનો જુગાર રમી રમાડતો હોય ત્યાં રેડ કરી કુલ ૫ શખ્સો ભરતભાઈ દેવકુભાઈ ખાચર, દર્શનભાઈ જગદીશભાઈ મહેતા, હિતેષભાઈ દેવશંકરભાઈ મહેતા, પ્રવિણભાઈ બાબુભાઈ ચૌહાણ, અંકુરભાઈ ભિખાભાઈ ડોબરીયાને જુગાર રમતા રોકડા રૂપિયા ૫૫,૨૦૦ સાથે પકડી પાડેલ છે. અગાઉ આ આરોપીઓ જુગારના ગુનામાં પકડાયેલા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here