જસદણમાં ૧૫ લાખની હિરાની લૂંટમાં ફરાર આરોપી ઝડપાયો

0
18
Share
Share

સુરેન્દ્રનગર, તા.૨
જસદણની ૧૫ લાખની હિરા લુંટમાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ચોટીલા પંથકમાંથી રાજકોટ રેન્જની ટીમે ઝડપી લીધો હતો. રાજકોટ રેન્જમાં પેરોલ ફર્લોે વચગાળા જામીન તથા પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ કેદીઓને ઝડપી લેવા રાજકોટ રેન્જના ડી.આઈ.જી.પી. સંદીપસિંહની સુચના અન્વયે આર.આર.સેલની ટીપ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન જસદણ પોલીસ મથકના ૧૫ લાખના હિરા લુંટના ગુન્હામાં એક વર્ષથીવોન્ટેડ આરોપી સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા નજીકના નાના મોલડી પો.સ્ટે.વિસ્તારના કાળાસરગામ પાસે આવેલ હિંગળાજી માતાજીના મંદિર પાસે આવ્યો હોવાની બાતમી મળતા આર.આર.સેલના એ.એસ.આઈ.જયદીપભાઈ અનડકટ તથા વિપુલ ગોહેલએ વોચ ગોઠવી આરોપી અજય ઉર્ફે બાદશાહ અનુભાઈ મેર.રે મુળ નાળીયેરી તા.ચોટીલા હાલ રે.ચોટીલાને ઝડપી લીધો હતો. પકડાયેલ આરોપીનો કોવીડ ટેસ્ટની તપાસણી માટે જરૂરી કાર્યવાહી કરવા નાની મોલડી પો.સ્ટે. ખાતે સોંપી આપી જસદણ પોલીસ મથકને જાણ કરાઈ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here