જસદણમાં સીએની પરીક્ષા બંધ રાખો દાઉદી વોરા સમાજનું કલેક્ટરને આવેદન

0
19
Share
Share

૨૪ દિવસ ચાલનારી પરીક્ષા દરમિયાન કોરોનાનું સંક્રમણ વધવાની દહેશત

જસદણ, તા.૨૦

આવતીકાલે શનિવારથી સી.એ.ની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે આ વાતમાં કોરોના સંક્રમણ વધવાની દહેશત વ્યક્ત કરીને જસદણના દાઉદી વ્હોરા સમાજે પરીક્ષા બંધ રાખવા અને પરીક્ષા ઓનલાઇન લેવા કલેક્ટરને આવેદન આપ્યું હતું.

આ બાબતે દાઉદી વ્હોરા સમાજ વતી દુરૈયાબેન સિરાજભાઈ મુસાણીએ કલેક્ટરને પાઠવેલા આવેદનમા જણાવ્યું છે કે, આવતીકાલ તા.૨૧ ને શનિવારથી રાજ્યભરમાં સી.એ.ની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. એક બાજુ કોરોના મહામારીથી સૌ ભયભીત છે ત્યારે આ ૨૪ દિવસ ચાલનારી પરીક્ષાથી કોરોના સંક્રમણ વધવાની દહેશત નકારી શકાતી નથી.

હાલ રાજ્ય સરકારે ૨૩મી નવેમ્બરથી શાળા કોલેજ શરુ કરવાની વાત રદ્દ કરી છે ત્યારે સરકારે સીએની પરીક્ષા પણ બંધ રાખવી જરૂરી છે. જો આ પરીક્ષા ઓનલાઇન લેવાય તો કોરોના સંક્રમણ વધવાનો કોઈ પ્રશ્ન નહિ રહે તેવું રજૂઆતકર્તાનું કહેવું છે. આવેદનમાં એવું પણ કહેવાયુ છે કે જ્યા સુધી ભારત, ગુજરાતમાં કોરોના વેક્સીનની ઉપલબ્ધી ના થાય ત્યાં સુધી તમામ શૈક્ષણિક પરીક્ષાઓ ઓનલાઇન યોજીને સરકારે પ્રજાની સલામતી બાબતે વિચારવું જોઈએ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here