જસદણનું અનિલ પરમાર સર્કલ ભૂતકાળની ભવ્ય યાદમાં આસું સારી રહ્યું છે.!

0
18
Share
Share

જસદણ, તા.૧૨

જસદણના આટકોટરોડ પર લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ અનિલ પરમાર સર્કલ હાલ જજર્રિત અવસ્થામાં હોવાં છતાં આ સર્કલની જસદણ નગરપાલિકા દ્વારા લાંબા સમયથી કોઈ દરકાર ન લેવાતાં ટૂંકા ગાળામાં આ સર્કલ પડીને પાદર બની જાય એવા ઉજળા સંજોગો છે શહેરના આટકોટરોડની શોભા વધે તે માટે જે તે સમયના નગરપાલિકાના પ્રમુખ શ્રી જેન્તીભાઈ પોપટભાઈ રાઠોડ (જે પી રાઠોડ) એ શહેરના ઉદ્યોગપતિ અનિલભાઈ પરમારની યાદમાં તેમના પરિવારજનો સાથે લોકભાગીદારીમાં બનાવ્યું હતું. અને શહેરની શોભા વધારી હતી પણ ત્યારબાદ જસદણ નગરપાલિકામાં ઘણાં શાસનો, અધિકારીઓ બદલાયાં પણ જસદણ શહેરની અનેક મિલ્કતોની જાળવણી કરવામાં આવતી નથી એમ આ અનિલ પરમાર સર્કલની જાળવણી કરવામાં ન આવતાં હાલ દીવાલો તૂટી ગઈ છે ફૂવાંરાઓ પણ બંધ હાલતમાં છે તે પાલિકાના નવયુકત શાસકો અધિકારીઓએ આ સર્કલ રીપેરીંગ કરી જસદણની શોભા વધારવી જોઈએ અત્રે નોંધનીય છે કે શહેરમાં અત્યાર સુધીમાં લાખો અબજો રૂપિયાના વિકાસના કામો થયાં પણ નગરપાલિકાનું સમયસરનું ચેકીંગ પોલમપોલના કારણે અનેક બાંધકામો નબળાં અને તકલાદી થયાં હોવાથી પ્રજાની પરસેવાની કમાણીરૂપે ભરાતાં વેરાઓ પાણીમાં જતાં હોવાની લોકોમાં પ્રતીતિ થઈ રહી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here