જસદણના આટકોટ ગામે કરોડો રુપિયાના વિકાસકામોના ખાતમુહૂર્તો થયા

0
21
Share
Share

એમ્બ્યુલન્સ, ઓવરહેડ ટેન્ક, કોઝવેના લોકાપર્ણ થયા
જસદણ, તા.૨૮
જસદણના આટકોટ ગામે રવિવારે રાજકીય નેતાઓએ કરોડો રુપિયાના ખર્ચે પ્રજાકીય વિકાસકાર્યોને ખુલ્લાં મૂકી અને કરોડો રુપિયાના કામોનું ખાતમુંહત કરતાં ગ્રામવાસીઓમાં આનંદ ફેલાયો છે.
પાણીના સમ્પ, ઓવરહેડ ટેન્ક, સિમેન્ટરોડ, કોઝવે, એબ્યુલન્સના લોકાર્પણ અને ખાંતર્મુહત પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ડો.ભરતભાઈ બોધરા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેતાં આ કાર્યક્રમમાં વિકાસના કામોથી આટકોટ નંદનવન બની જશે એમ આટકોટ ગ્રામ પંચાયતના સરપંચ લીલાબેન ખોખરીયા, ઉપ સરપંચ ઇલાબેન જોટડિયાએ જણાવ્યું હતું.
જસદણ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ નિલેશભાઈ જોટગિયાંએ પત્રકારો સાથેની એક વાતચિતમાં જણાવ્યું હતું કે આટકોટમાં આજે જે કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ જે કામોના થયાં એનાથી આટકોટના પ્રજાજનોને બેવડો લાભ થશે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત નેતાઓએ પણ વધુ વિકાસની ખાત્રી આપી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here