જસદણનાં વેપારીઓ સાથે ઠગાઇ આચરનાર ટોળકીનાં ૪ સભ્યો ઝડપાયા, ૪ની શોધખોળ

0
24
Share
Share

રાજકોટ તા. ૧

જસદણના વેપારીઓ અને સીધુસામાન ઉતારીને ૧૫ લાખની છેતરપિંડી કરી ફરાર થઈ ગયેલી ટોળકીના ચાર સાગરિતોને પોલીસે ઝડપી લીધા છે જ્યારે અન્ય ચાર શખ્સોની શોધખોળ શરુ કરાઇ છે.

જસદણના ગઢડીયા રોડ ઉપર રહેતા વિષ્ણુભાઈ કૌશિકભાઇ કુકડીયા એ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે આ ટોળકીએ જસદણમાં પોતાની તેથી ચાલુ કરી હતી વિશાલ ટ્રેડિંગ નામની પેઢી ધરાવતા ઘનશ્યામ અને પ્રદીપે જસદણ તેમજ આટકોટ સહિત આસપાસના ગામોમાં વેપારીઓ પાસેથી ચેક ઉપર ઉધારમાં ચીજ વસ્તુઓ ખરીદી કરી હતી. જેમાં ઈલેક્ટ્રીક,ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓનો ઉપરાંત લોખંડ ,સિમેન્ટ ની ચીજવસ્તુ અને સબમર્સીબલ પંપ સહિતના સામાનની  ખરીદી કરી હતી અને દસથી બાર વેપારીઓને જસદણની કોર્પોરેશન બેન્કના ચેક આપ્યા હતા અલગ-અલગ પેઢી પાસેથી આશરે ૧૫ ૬૩ લાખ ની ખરીદી કરનાર ઘનશ્યામ અને પ્રદીપ સોની રાતોરાત પોતાની પેઢી બંધ કરીને જસદણ માંથી ભાગી ગયા હતા. વેપારીઓને આપેલા ચેક પણ બાઉન્સ થતાં આ અંગે અંતે જસદણ પોલીસમાં બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

વેપારીઓના જણાવ્યા અનુસાર વિશાલ ટ્રેડિંગ નામની પેઢી ચાલુ કરનાર ઘનશ્યામ અને પ્રદીપે જીએસટી નંબર પણ મેળવ્યા હતા અને આશરે ૧૦થી ૧૨ જેટલા વેપારીઓ પાસેથી લાખોની ચીજવસ્તુઓ ખરીદી કરી હતી ઉપરાંત રાજકોટ અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ આ જ મોડેસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું છે જસદણ પોલીસે આ પ્રકરણમાં તપાસ કરીને છેતરપિંડી કરતી ટોળકીના ચાર શખ્સોને ઝડપી લીધા છે જેમાં રાજકોટના સરધાર ખાતે રહેતા મયુર સિંહ ચંદ્રસિંહ જાડેજા,મહંમદ હમઝા ઉર્ફે અમિત પટેલ રિયાઝ ખોખર, મહેશ ઉર્ફે મહેતો ઉર્ફે મહાજન જડેશ્વર તથા મુંબઇના કાંદિવલી અને બગસરામાં રહેતા યોગેશ હસમુખ ઘોરડાની ધરપકડ કરી છે. આ ટોળકીના ચાર સભ્યો પ્રદીપ સોની કે જે મુંબઈનો છે તે ઉપરાંત સરદારના નિલેશ થડેશ્વર ,બોટાદનો સુરેશ ઈટાળીયા અને વડોદરાનો અશોક પટેલ હજુ ફરાર હોય આ ચારેય આરોપીઓની પોલીસે શોધખોળ શરુ કરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here