જર્મની પણ વેક્સિન લેવા લાઈનમાં….જો બાઈડેનની ભેટ ભારતીયોને નાગરીકતા…..!

0
47
Share
Share

(જી.એન.એસ,હર્ષદ કામદાર)

વિશ્વભરના દેશોની નજર હાલના સમયમાં અમેરિકાના ૪૬ માં રાષ્ટ્રપતિ જો બાઈડેન પર અને ભારતમાં ઉત્પાદિત કોરોના નાયક બે વેક્સિન પર ચોટી ગઈ છે. અને આ બંને બાબતો વિશ્વભરમાં ફરી વળતા સેન્સેકસમાં ઉછાળો આવ્યો તો બાયોમેડિકલ કંપનીઓના શેરોમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. જ્યારે કે અમેરિકાના નવા રાષ્ટ્રપતિના દરેક બોલ પર સૌ કોઇની નજર છે. તેમાં અગ્રસ્થાને ભારત ઉત્પાદિત બે કોરોના રસી પર છે…. તેમાં પણ ભારતને ભારત બાયોટેક કોરોના નાથવા માટેના સંશોધનમાં એક પગલું આગળ વધી ગઈ છે જેમા કોરોના નાથવા જે રસી ઈન્જેકશન દ્વારા આપવામાં આવે છે તેના બદલે હવે નાક દ્વારા દવા લઈને કોરોના નાથી શકાય તેવી દવા તૈયાર કરી છે. તેના ટ્રાયલ પણ આખરી તબક્કામાં સફળ થયા હોવાનું બહાર આવતા વિશ્વના દેશોની નજર ભારત પર જામી ગઈ છે. નાક દ્વારા લેવાનાર કોરોના નાશક દવા ટૂંક સમયમાં માર્કેટમાં આવી શકે…..! અત્યારે વિશ્વમાં ફાઈઝર રસી સામે મોટાભાગના દેશોના લોકો શંકાની નજરે જુએ છે. તેમાં પણ તાજેતરમાં નોર્વેમાં રસી આપ્યા બાદ તેની સાઇડ ઇફેક્ટ થતાં ૧૩ લોકોના મોત થયા અને ૨૯ જેટલા હોસ્પિટલાઈઝ કરવા પડ્યા…. આમ છતાં વિશ્વના દેશો રશિયા, ચીન, અમેરિકા જેવા દેશોમાં ઉત્પાદિત કોરોના વેક્સિન પર લોકો સંપૂર્ણ વિશ્વાસ કરતા નથી. જ્યારે કે ચીન ઉત્પાદિત કોરોના રસી કોઈ દેશ લેવા તૈયાર નથી કારણ કે ચીનમાં પુનઃ બીજા તબક્કામાં કોરોના વાઇરસ ત્રાટકતાં અનેક લોકોના મોત થયા છે. ચીને સાઈનોફાર્મ રસી બનાવી છે, યુએસએ ફાઈનલઅને રશિયાએ સ્પુતનિક ફાઈવ વેક્સિન જ્યારે કે ભારતે કોવિશિલ્ડ અને કોવેક્સિન રસી બનાવી છે.ચીનની રસી પર પાકિસ્તાન સહિત કોઇ દેશ વિશ્વાસ કરતું નથી તો અમેરિકાની રસી લીધા બાદ મૃત્યુ થયા અને આડઅસરો થઈ એટલે લોકો તે રસીથી ડરે છે.  ભારતની બંને રસી લગભગ સફળ રહી છે અને બાંગ્લાદેશને રસીના ૨૦ લાખ ડોઝ, નેપાળને ૧૦ લાખ રસીના ડોઝ રવાના કર્યા છે.તે સાથે ભારતે ૧૦ પાડોશી દેશોને રસી ડોઝ આપવાની જાહેરાત કરી છે… ત્યારે જર્મનીના વડા પ્રધાને પોતાના દેશને રસી ક્યારે આપવામાં આવશે…? તેવો સવાલ  કર્યો છે કારણ ભારતની વસ્તીના પ્રમાણમાં તથા પડોશી દેશોને રસી આપ્યા બાદ રસી મળે તેવી દહેશત પેદા થવા પામેલ ત્યારે વડાપ્રધાને એવું  આશ્વાસન આપ્યું છે કે હવે પછીથી મળશે….

વિશ્વના મહાન લોકશાહી દેશ અને મહાસત્તા અમેરિકામાં ૨૦ મી જાન્યુઆરીએ સુરક્ષા જવાનોની સધન સુરક્ષા વચ્ચે અમેરિકાના ૪૬ મા રાષ્ટ્રપતિ તરીકે જોબ બાઈડેન અને ભારતીય મૂળના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ તરીકે કમલા હેરીશે શપથ લીધા…. ત્યારબાદ નવા રાષ્ટ્રપતિએ કેટલાક જરૂરી  પત્રો પર સહી કર્યા બાદ પોતાના સંબોધનમાં કહ્યું કે અમેરિકાનો આત્મા અને તેના ભવિષ્યને સુરક્ષિત રાખવા અતિ જરૂરી છે. લોકશાહીમાં એકતાનું મહત્વ છે અને આ એકતાને કારણે આપણે દરેક મંજીલ મેળવી શકીએ છીએ. લોકોને સારી નોકરીઓ અને સુરક્ષિત શાળાઓ મળે, એકતાની તાકાત ઉપર અમેરિકાને વિશ્વમાં સારી વસ્તુઓનો સરતાજ બનાવી શકે છે. તેમણે કહ્યું કે અહીં સિવિલ વોર જેવી પરિસ્થિતિ છે. તોફાનો આપણા કાર્યોને મૌન ન કરી શકે. સમગ્ર અમેરિકાને એકજૂટ રાખવાના મારા પ્રયત્નો હશે જેમાં દરેક અમેરિકન જોડાય તેવી તેમણે અપીલ કરી હતી. દરમિયાન તેઓએ પાંચ લાખ ભારતીયોને તાકીદે નાગરિકતા આપવાની કાર્યવાહી કરવા આદેશ આપવા સાથે ૨૦૧૫માં હસ્તાક્ષર કરેલ જળવાયુ સમજૂતીમાં પાછા ફરવાની યોજના બનાવી છે જોકે ચીન અને પાકિસ્તાનને બીજા પ્રદેશમાં ઘુસખોરી  કરવા અને ત્રાસવાદી હુમલા બાબતે ચેતવણી આપી હતી. બીજી તરફ જો બાઈડેને શપથ લીધા સમયે ચીને ટ્રમ્પ સમયના અમેરિકાના પોમ્પિયો સહિત ૩૦ અધિકારીઓ પર પાબંદી ફરમાવી દઈનેઆકરું વલણ જાહેર કરી દીધું છે……!!

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here