જર્મનીનો મોટો ખુલાસો રશિયાનાં વિપક્ષી નેતા નવલનીનાં શરીરમાં નોવિચોક ઝેર મળ્યું

0
17
Share
Share

બર્લિન,તા.૩

રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વિરોધી વિપક્ષી નેતા એલેક્સી નવેલનીના શરીરમાં ‘નોવિચોક’ ઝેર મળ્યું છે. જર્મનીની સરકારે કહ્યું કે નવેલનીના નમૂનાની તપાસ કરાઇ તો તેમાં સોવિયેત યુગના તંત્રિકા તંત્ર પર હુમલો કરનાર ઝેર ‘નોવિચોક’ના અંશ હોવાની પુષ્ટિ થઇ છે. રાજનીતિજ્ઞ અને ભ્રષ્ટાચારની તપાસ કરનાર નવેલની રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કટ્ટર આલોચક છે. જર્મનીના આ ખુલાસા બાદ પુતિન બરાબરના ઘેરાતા દેખાઇ રહ્યા છે અને દુનિયાભરના નેતાઓએ તેમની પાસે જવાબ માંગ્યો છે.

નવેલની ૨૦ ઑગસ્ટના રોજ સાઇબેરિયાથી મોસ્કો ફરતા સમયે વિમાનમાં બીમાર થઇ ગયા હતા અને વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવીને ઓમસ્ક શહેરની હોસ્પિટલમાં તેમને દાખલ કરાયા હતા. નવેલનીને બાદમાં જર્મનીની ચેરિટી હોસ્પિટલમાં દાખલ કરાયા જ્યાં ડૉકટર્સે ગયા સપ્તાહે કહ્યું કે નવેલનીને ઝેર આપ્યાના સંકેત મળ્યા છે.

જર્મનીના ચાન્સેલર એંજલા મર્કેલના પ્રવકતા સ્ટીફેન સિયેબર્ટ એ રજૂ કરેલા નિવેદનમાં કહ્યું કે જર્મનીની ખાસ લેબોરેટરીમાં ચાલી રહેલી તપાસમાં પુરાવા મળ્યા છે કે તંત્રિકા તંત્રને પ્રભાવિત કરનાર નોવોચોક ગ્રૂપનું રસાયણ નવેલનીના શરીરમાં હાજર છે.

ઉલ્લેખનીય છે કે નોવિચોક સોવિયત સમયનું ઝેર છે જેનો ઉપયોગ રૂસી જાસૂસી સર્જેઇ સ્કરીપાલ અને તેમની દીકરીને બ્રિટનમાં મારવા માટે કરાયો હતો. સિયેબર્ટે કહ્યું કે જર્મની સરકાર યુરોપિયન સંઘના ભાગીદારો અને ‘નોટા’ની તપાસના પરિણામથી અવગત કરાવાશે. તેમણે કહ્યું કે જર્મની રૂસી પ્રતિક્રિયાના સંદર્ભમાં યોગ્ય રીતે સંયુકત પ્રતિક્રિયા આપવા માટે ભાગીદારીથી પરામર્શ કરશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here