જરુરિયાતમંદ વિધવા મહિલાઓને ગરમ ધાબળાનું વિતરણ કરાયું

0
20
Share
Share

સુરેન્દ્રનગર, તા.૧૩
વિધવા મહિલા ઓ ના સર્વાંગી કલ્યાણ માટે વિવિધ સેવા પ્રકલ્પો હાથ ધરતી નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર સુરેન્દ્રનગર ના ઉપક્રમે સ્વં કંચનબેન નટવરલાલ હાલાની સ્વ પંકજ નટવરલાલ હલાણીની સ્મૃતિમાં નાના બાળકો ધરાવતી ૧૨૧ વિધવા મહિલાને ગરમ ધાબળા વિતરણ કાર્યક્રમ એડવોકેટ પ્રવિણસિંહ ઝાલાના પ્રમુખ સ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે ચંદ્રસિંહ પરમાર, કલ્પેશ દવે, બિપિન ખાંડલા, ભુપેન્દ્ર ડ્રિવેદી, પ્રકાશભાઈ ભટ્ટ, હેમાબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા, સોસ્યલ ડીસ્ટન્ટ જાળવી વિધવા મહિલાઓને સન્માન પૂર્વક વિતરણ કરાયું હતું, વક્તાઓએ નિર્ધારની સેવાકીય પ્રવૃત્તિની સરાહના કરી હતી. આ પ્રોજેક્ટ ની સફળતા માટે સંસ્થાપક રાજેશ રાવલ, આનંદ રાવલ, નિર્ધાર ટીમ ના બહેનો એ જહેમત ઉઠાવી હતી આમ શહેર માં એક વિશેષ સેવા પુષ્પ વિધવા મહિલાઓને સમર્પિત કરાયું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here