જય માતાજી કહી પીએમએ નવરાત્રીની શુભેચ્છા પાઠવી

0
16
Share
Share

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્‌વીટ કરીને નવરાત્રીના પાવન પર્વ ઉપર દેશના નાગરિકોને શુભકામના પાઠવી

નવી દિલ્હી ,તા.૧૭

આજથી દેશભરમાં પવિત્ર નવરાત્રી પર્વનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રિ પર્વની શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ ટિ્‌વટ કરીને જણાવ્યું કે, નવરાત્રીના પાવન પર્વ પર ખુબ-ખુબ શુભકામનાઓ, જગત જનની માં જગદંબા આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું સંચાર કરે, જય માતાજી!! પીએમ મોદીએ પહેલા નોરતે કહ્યું ઓમ દેવી શૈલ્યપુત્ર્યૈ નમઃ ॥ નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીને પ્રણામ. તેમના આશીર્વાદથી, આપણો ગ્રહ સલામત, સ્વસ્થ અને સમૃદ્ધ રહે. તેમના આશીર્વાદ અમને ગરીબ અને જરૂરિયાતમંદોના જીવનમાં પોઝિટિવ પરિવર્તન લાવવા માટે શક્તિ આપે. વડાપ્રધાન મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટિ્‌વટ કરીને દેશવાસીઓને પવિત્ર નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી છે. તેઓએ ટિ્‌વટ કરીને કહ્યું કે, નવરાત્રી તપ, સાધના અને શક્તિ પૂજાનું પ્રતિક છે. નવરાત્રીના મહાપર્વની તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. માં ભગવતી બધા ઉપર પોતાની કૃપા અને આશીર્વાદ બનાવી રાખે, જય માતાજી. દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ ટિ્‌વટ કરીને દેશવાસીઓને નવરાત્રીની શુભેચ્છાઓ આપી છે. તેઓએ ટિ્‌વટ કરીને જણાવ્યું કે, તમારા અને તમારા આખા પરિવારને શરદ નવરાત્રી પર્વની હાર્દિક શુભકામનાઓ, જય માતાજી!

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here