જયાજી અને તેમની ઈન્ડસ્ટ્રીએ કોઈ થાળી આપી નથી, આ મારી પોતાની થાળી

0
18
Share
Share

મુંબઇ,તા.૧૬

ડ્રગ વિવાદ ઉપર જે વાક યુદ્ધ રવિ કિશન અને જયા બચ્ચનની વચ્ચે શરૂ થયુ છે. તેમાં હવે અભિનેત્રી કંગના રનૌત પણ કૂદી પડી છે. તેણે જયા બચ્ચનના નિવેદનને આડે હાથ લીઈ તેના પર જ કેટલ સવાલ પૂછ્યા હતા. જયાએ રવિ કિશન ઉપર જે થાળીમાં ખાધુ તે જ થાળીમાં છેદ કર્યાનો આરોપ લગાવ્યો હતો. હવે તે આરોપ ઉપર કંગના રનૌતે જયા બચ્ચનને અરિસો બતાવ્યો છે.

કંગનાએ ટિ્‌વટ કરીને જયા બચ્ચનને કહ્યું કે ઈન્ડસ્ટ્રીમાં બે પ્રકારની થાળી જોવા મળે છે. એક થાળીમાં અભિનેત્રીને માત્ર આઈટમ નંબર મળે છે. બીજી થાળીમાં તે છે જે નારી પ્રધાન અને દેશ પ્રેમ ફિલ્મો બનાવી છે. તેણે કહ્યું કે કંઈ થાળી આપી છે જયાજી અને તેમની ઈંડસ્ટ્રીએ ? એક થાળી મળી હતી જેમાં બે મિનિટના રોલ આઈટમ નંબર અને એક રોમેંટિક સીન મળતો હતો. એ પણ હિરોની સાથે સુતા પછી. મેં આ ઈંડસ્ટ્રીને નારીવાદ સિખવાડ્યું છે. થાળી દેશ ભક્તિ નારી પ્રધાન ફિલ્મોથી સજાવી છે. આ મારી ખુદની થાળી છે જયાજી તમારી નહીં.

હવે કંગનાનું કહેવું છે તે એક નવા વિવાદને જન્મ આપી શકે છે. તેણે ફરી સાંકેતિક ભાષામાં એ વાત કહી દીધી છે કે કેટલીક વખત ફિલ્મોમાં કામ કરવા માટે કેટલીક અભિનેત્રીઓને કલાકારો સાથે સુવુ પડે છે. અભિનેત્રીના આ નિવેદન ઉપર બોલિવૂડ શું પ્રતિક્રિયા આપે છે એ જોવાનું રહ્યું. જો કે આ પહેલા પણ કંગનાએ જયા બચ્ચનના નિવેદન ઉપર નિશાન સાધ્યું હતું. તેણે વિવાદમાં અભિષેક બચ્ચને લાવતા કહ્યું કે જયા જી તમે ત્યારે પણ આ જ વાત કહતા. જો મારી જગ્યાએ તમારી દિકરી શ્વેતાને નાની ઉંમરમાં માર પડ્યો હોત, ડ્રગ આપવામાં આવે અને છેડછાડવામાં આવી હોત તો પણ તમે આમ જ નિવેદન આપત.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here