જયપુરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટાનો પદરફાશ : ૪.૧૯ કરોડ કબ્જે

0
23
Share
Share

ભગવાનનાં નામે ૨૫ વોટ્‌સએપ ગ્રુપ બનાવી કાળા કારોબાર ચલાવતા : રકમ ટ્રાન્સફર કરવા કોડવર્ડનો ઉપયોગ કરતા

આંગણીયા પેઢીની સૌરાષ્ટ્ર સહિત મેટ્રો શહેરોમાં ૩૨૧ બ્રાંચો ખોલી હતી : રાજસ્થાન અને ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટો ક્રિકેટના સટ્ટાનો દરોડો

જયપુર, તા.૨૨

રાજસ્થાનનાં પાટનગર જયપુરના કોટવાલી વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટાનો પદરફાશ કરી રોકડ રકમ રૂા.૪.૧૯ કરોડ કબ્જે કરી બેથી વધુ શખ્સોની ધરપકડ કરી પ્રાથમીક તપાસમાં ક્રિકેટ સટ્ટાનો માસ્ટર માઈન્ડ રાજકોટના રાકેશ નામના શખ્સનુ નામ ખુલતા ગુજરાતની બુકી બજારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે ક્રિકેટ સટ્ટાના મુળ સુધી પહોંચવા મળેલા મોબાઈલના આધારે તપાસનો ધમધમાટ ચલાવી રહી છે.

વધુ વિગત મુજબ જયપુરમાં તાજેતરમાં પ્રતાપનગર અને શ્યામનગરમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાના દરોડા પાડવામાં આવ્યા જેમાં પકડાયેલા આરોપીની ઝીણવટ ભરી તપાસમાં કિશનપોલ બજારમાં આવેલા કોમ્પ્લેક્ષની દુકાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટાનો દુબઈથી કારોબાર ચાલતો હોવાની પોલીસ કમિશ્નરને મળેલી માહિતીના આધારે સ્પેશ્યલ ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમ્યાન પોલીસ સ્ટાફ ચોંકી ઉઠી હતી. રોકડ રકમ ૪.૧૯ કરોડ અને મોબાઈલ પણ તેમજ નોટ ગણવાના મશીનો અને ક્રિકેટ સટ્ટાના કારોબારના હિસાબો મળી આવ્યા હતા. પોલીસે ગુજરાતના રણધીરસિંહ, અજમેરના કિશનગઢના કૃપાલસિંહ જોધા, ઈશ્વરસિંહ અને ટોડરમલ રાઠોડની ધરપકડ કરી મુદામાલ કબ્જે કર્યો છે.  ઝડપાયેલા શખ્સોની પ્રાથમીક પુછપરછમાં આઈપીએલ ટૂર્નામેન્ટ શરૂ થઈ તે પહેલા ઓફીસ ભાડા પર રાખી અને ક્રિકેટ કારોબારના મુખ્ય કર્તાહર્તા રાજકોટના રાકેશ નામના શખ્સ દ્વારા ડાયમંડ એકસ.કોમ નામની વેબસાઈટ દ્વારા ગુજરાત, જયપુર અને ઉત્તર ભારતમાં સટ્ટાનો કારોબાર ચલાવે છે.

ઝડપાયેલા શખ્સો દ્વારા તેવુ પણ જણાવ્યું છે કે રાકેશ નામના શખ્સ દ્વારા આંગણીયા પેઢી ખોલી જયપુર, મુંબઈ, અમદાવાદ, રાજકોટ, વડોદરા, કચ્છ, જૂનાગઢ, ભાવનગર અને સુરત સહિત ૩૨૧ થી વધુ બ્રાંચો ખોલી સટ્ટાના કાળા કારોબારની દુબઈથી સોશ્યલ મીડીયા મારફતે કોડવર્ડમાં રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. તેમજ બુકી દ્વારા ભગવાનનાં નામે ૨૫ વોટ્‌સએપ ગ્રુપ બનાવી અને ક્રિકેટના સોદા કરવામાં આવી રહયા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here