જમ્મૂ-કાશ્મીરમાં જિલ્લા ચૂંટણી પહેલાં એકજૂટ જમ્મૂ નામની નવી પાર્ટી મેદાનમાં

0
28
Share
Share

શ્રીનગર,તા.૧૩

જમ્મુ કાશ્મીરમાં આ મહિનામાં યોજાનારી જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી પહેલા જમ્મુમાં વધુ એક નવી રાજકીય પાર્ટી અસ્તિત્વમાં આવી છે. ‘એકજૂટ જમ્મુ’ નામની નવી રાજકીય પાર્ટી આગામી જિલ્લા વિકાસ પરિષદની સાથે સાથે વિધાનસભા ચૂંટણી પણ લડશે.

જમ્મુને અલગ રાજ્ય બનાવવા અને જમ્મુને પોતાનો હક અપાવાના ઉદ્દેશ્ય સાથે એકજૂટ જમ્મુ નામની પાર્ટી બનાવવામાં આવી છે. આ પાર્ટીની રચના રાસના મામલો અને રોશની એક્ટ જેવા મામલામાં જોડાયેલા વકીલ અને અરજીકર્તા અંકુર શર્માએ કરી છે. અંકુરના જણાવ્યા પ્રમાણે જમ્મુમાં છેલ્લા ૭૦ વર્ષથી ભેદભાવ થઈ રહ્યો છે. તથા હંમેશા તેને કાશ્મીરના ચશ્માથી જ જોવામાં આવી રહ્યુ છે.

અંકુર શર્માએ કહ્યુ હતું કે, હવે સમય આવી ગયો છે કે, જમ્મુને હક અપાવવા માટે રાજકીય પાર્ટીઓ અને સામાજિક સંગઠનોએ એક સાથે આવવું પડશે, જેના માટે સતત પ્રયત્નશીલ પણ રહેવુ પડશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here