જમ્મુ કાશ્મીર હવે સ્વર્ગ રહ્યુ નથી

0
7
Share
Share

કોરોના મહામારી અને ત્રાસવાદની ખુબ જ માઠી અસર થઇ છે

વર્ષોથી આતંકવાદી, વિરોધ પ્રદર્શન દેશ વિરોધ પ્રવૃતિના કારણે કાશ્મીરમાં  અંધાધુંધી રહી છે : ટ્યુરિઝમને પ્રાથમિકતાની જરૂર છે

ખુબ જ દુખની વાત છે કે  કોઇ સમય ભારતના સ્વર્ગ તરીકે ગણાતા જમ્મુ કાશ્મીરની હાલત આજે ખુબ કફોડી બનેલી છે. ત્રાસવાદને ખતમ કરવા માટે સેના અને સરકારે વિવિધ પગલા લીધા છે. ત્રાલ અને ડોડા સહિતના વિસ્તાર ત્રાસવાદથી મુક્ત થયા છે. જો કે હજુ વિવિધ પગલા પ્રવાસીઓમાં વિશ્વાસ જગાવવા માટે લેવાની જરૂર છે. કલમ ૩૭૦ની નાબુદી બાદ કાશ્મીરમાં સ્થિતીને સામાન્ય કરવાના પ્રયાસ મહિનાઓથી જારી છે. તેમાં સફળતા પણ મળી છે. જો કે હજુ કાશ્મીરમાં અનેક વિસ્તારો ત્રાસવાદના સકંજામાં છે. જેથી સામાન્ય લોકો અને પ્રવાસીઓ દહેશતમાં રહે છે. હજુ સ્થિતીને સામાન્ય કરતા કરવા માટે વિવિધ પગલાની જરૂર રહેનાર છે. એકબાજુ ત્રાસવાદ અને બીજી બાજુ કોરોના મહામારીના કારણે કાશ્મીરના અર્થતંત્રને મોટો ફટકો પડી ચુક્યો છે. વર્ષોથી તેની ખરાબ હાલત અને કોરોના વાયરસના કારણે પ્રવાસીઓ પણ અપેક્ષા કરતા ઓછા પહોંચી રહ્યા છે. વર્ષોથી તે પિડિત છે પરંતુ તેની પીડા તરફ ધ્યાન કોઇનુ જઇ રહ્યુ નથી. કાશ્મીરને દેશના મુગટ તરીકે પણ ગણવામાં આવે છે. દેશના સ્વર્ગ સમાન કાશ્મીર આજે હિંસક પ્રદર્સન, પથ્થરમારાની ઘટના, આગના બનાવો અને ગોળીબારના કેન્દ્ર તરીકે બની ગયું છે. આ તમામ પ્રકારની બનાવો કાશ્મીરમાં દરરોદ બની રહ્યા છે. છેલ્લા બે દશકથી પણ વધુ સમયથી કાશ્મીરની ખુબસુરતી પર જે ગ્રહણની સ્થિતી છે તેને દુર કરવામાં સફળતા મળી રહી નથી. કાશ્મીરમાં સક્રિય ચોક્કસ તત્વોના કારણે એવા લાખો કાશ્મીરી લોકોની ખુશી તબાહ થઇ ચુકી છે જે દેશના અન્ય રાજ્યોમાં રહેતા લોકોની જેમ શાંતિની જિન્દગી જીવવા માટે ઇચ્છુક છે. વિકાસની જોરદાર દોડમાં સામેલ થવા માટે ઇચ્છુક છે. પોતાની આવનારી પેઢીના ઉજ્જવળ ભાવિની કલ્પના કરે છે.વિતેલા બે દશકથી વધારે સમયમાં કાશ્મીરના લોકો કોંગ્રસના શાસનને પણ જોઇ ચુક્યા છે અને નેશનલ કોન્ફરન્સનુ શાસન પણ જોઇ ચુક્યા છે. પીડીપીના શાસનને પણ લોકો સારી રીતે અનુભવ કરી ચુક્યા છે. ગઠબંધન સરકારોનો અનુભવ પણ લોકો કરી ચુક્યા છે.  કાશ્મીરની ખુબસુરતીને ફરી સ્થાપિત કરવાની ભાજપ પાસે તક રહેલી છે. દેશના લોકો સમક્ષ એ બાબત સાબિત કરવાની તેની પાસે તક છે કે તે ખરેબખર અન્ય પક્ષો કરતા અલગ છે. કાશ્મીરના લોકો દરરોજની હિંંસાથી ત્રાસી ગયા છે. પરંતુ તેની પાસે વિકલ્પ નથી. તે કરે તો પણ શુ કરે. તે શાંતિ ઇચ્છે છે પરંતુ તે કઇ કરી શકવાની સ્થિતીમાં નથી. કાશ્મીરમાં એ વખત સુધી શાંતિ સ્થાપિત થશે નહી અને પ્રવાસમાં લોકોનો ધસારો રહેશષે નહી જ્યાં સુધી ચોક્કસ તત્વો હાલની જેમ અશાંતિ ફેલવાતા રહેશે. કાશ્મીરને તેના જુના સ્વરૂપમાં લાવવા માટે કેટલાક પગલા લેવા જરૂરી છે. જે પૈકી પ્રથમ કામ કરવાનુ છે તે પ્રવાસને પ્રોત્સાહન આપવા માટે તમામ પગલા લેવા પડશે. સાથે સાથે મોટી સંખ્યામાં પ્રવાસી લોકો પહોંચે તેવુ આયોજન કરવુ પડશે. ટ્યુરિઝમનુ આદર્શ વાતાવરણ સર્જવુ પડશે. સુરક્ષા દળોની સંખ્યા જો જરૂર પડે તો વધુ વદારી દેવામાં આવે. પરંતુ કાશ્મીરને સ્વર્ગ ચોક્કસપણે બનાવી દેવાની જરૂર છે. આટલા સમયતી ચાલી રહેલુ અશાંતિનુ આ વાતાવરણ સરકાર ચાલવનાર લોકોના ચહેરા પર તમાચા સમાન છે. વડાપ્રદાન નરેન્દ્ર મોદી કાસ્મીરમાં જઇને દિવાળી કે ઇદ મનાવે કે ન મનાવે તેનાથી કોઇ અસર લોકોને થતી નથી. પરંતુ દેશના લોકો ચોક્કસપે એમ ઇચ્છે કે દેશના સામાન્ય લોકો કોઇ પણ ભય વગર ભારતના સ્વર્ગ સ્માન કાશ્મીરને કોઇ પણ ભય વગર  નિહાળી શકે. કોરોના મહામારી અને ત્રાસવાદના કારણે કાશ્મીરના અર્થતંત્રની કમર તુટી ગઇ છે. કાશ્મીરમાં પણ હજારો કેસો સપાટીપર આવી ચુક્યાછે. કોરોના વચ્ચે કેટલાક નિયમો લાગુ છે. ટ્રેનો અને પરિવહન સેવા બંધ છે. કારોબારબંધ છે. અનલોકની શરૂઆત થઇ હોવા છતાં નિયમો રહેલા છે. આવી સ્થિતીમાં હાલમાં કોઇ સુધારો કાશ્મીરમાં અર્થતંત્ર પર થાય તેવી શક્યતા નથી.કાશ્મીરને ફરી સ્વર્ગ બનાવવા ઇચ્છાશક્તિ જરૂરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here