જમ્મુ કાશ્મીર ભારે ટેન્શન હેઠળ છે

0
8
Share
Share

લોકોની માનસિક અને શારીરિક આરોગ્ય પર માઠી અસર …..

૭૦ ટકા લોકો પોતાના કોઇને કોઇ સંબંધીની એકાએક મોતની પીડા ભોગવી ચુક્યા છે : સેનાની સતત હાજરીનુ પણ દબાણ રહે છે

જમ્મુ કાશ્મીરના લોકો હાલમાં જે સ્થિતીમાં લાંબા સમયથી જીવી રહ્યા છે તેના કારણે તેની સીધી અસર તેમના શારીરિક અને માનસિક આરોગ્ય પર થઇ છે. આ અસરનો અંદાજ હાલમાં જ તબીબો દ્વારા કરવામાં આવેલા અભ્યાસથી આવી જાય છે. માનવતાવાદી સંગઠન મેડેસિન્સ ફ્રન્ટિયર(એમએસએફ) એટલે કે સરહદની પરવાહ કર્યા વગર કામ કરનાર તબીબોની ટીમ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસથી આ ચોંકાવનારી વિગત સપાટી પર આવી છે. સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે કાશ્મીરખીણમાં મોટી વયના લોકોની વસ્તી પૈકી આશરે ૪૫ ટકા લોકો માનસિક તણાવ અથવા તો માનસિક ટેન્શનમાં જીવી રહ્યા છે. જે પૈકી ૧૬ લાખ એટલે કે આશષરે ૪૧ ટકા લોકો તો ડિપ્રેશનથી ગ્રસ્ત થયેલા છે. આશરે ૧૦ લાખ લોકો ચિંતા અથવા તો અન્ય તકલીફોથી ગ્રસ્ત થયેલા છે. એમએસએફ ઉપરાંત કાશ્મીર યુનિવર્સિટીના સાઇકોલોજી વિભાગ અને કેરળની ઇન્સ્ટીટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સના નિષ્ણાંતો પણ અભ્યાસ કરી ચુક્યા છે. આ સર્વેના વ્યાપક તારણ પહર પહોંચી જવા માટે વધુને વધુ લોકોને આવરી લેવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ સર્વેમાં પ્રદેશના દસ જિલ્લાના ૩૯૯ ગામોમાં સ્થિત ૫૨૪૮ ઘરને સામેલ કરવામાં આવ્યા હતા. ખાસ બાબત સપાટી પર એ આવી છે કે તમામ લોકોને માત્ર મર્યાદિત પ્રશ્નો જ પુછવામાં આવ્યા ન હતા. સવાલ જવાબના દોરમાં કેટલાક ફોકસ ગ્રુપ દ્વારા તેમની સાતે લાંબી વાતચીત કરવામાં આવી હતી. જેના કારમે કેટલીક એવી બાબતો જાણવામાં મદદ મળી હતી જે બાબતો પર હજુ સુધી કોઇ વ્યક્તિના ધ્યાન ગયા ન હતા. વર્ષ ૧૯૯૦ના દશકથી જ અલગતાવાદી અને ત્રાસવાદના સકંજામાં જમ્મુ કાશ્મીર રહ્યુ છે. ત્રાસવાદની આગના કારણે મોટી સંખ્યામાં લોકોના મોત તો થયા છે પરંતુ તેમના પરિવાર પણ અસ્ત વ્યસ્ત થઇ ગયા છે. કાશ્મીર ખીણમાં રહેનાર દરેક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન ૭.૭ જીવલેણ ઘટનાના સાક્ષી બની રહી છે. ૭૦ ટકાથી વધુ લોકોએ પોતાના કોઇને કોઇ સંબંધીની એકાએક મોતની પીડા સહન કરી છે. સ્વાબાવિક છે કે આ પ્રકારની ઘટનાની સીધી અસર તેમના મન પર અને દિમાંગ પર થઇ છે. આ તમામ બાબતોની સાથે સાથે સેનાની સતત હાજરીનુ દબાણ પણ દેખાઇ રહ્યુ છે. સામાન્ય લોકશાહીના અનુભવ આ લોકો કરી રહ્યા નથી. જેતી તેઓ આ સ્થિતી પણ ભોગવી શક્યા નથી.આધુનિક દુનિયામાં પુરતી સ્વતંત્રતા જે લોકો ભોગવી રહ્યા છે તે સ્વતંત્રતા અહી રહેતા લોકો ભોગવી રહ્યા નથી. સર્વેમાં દર્શાવવામાં આવ્યુ છે કે માનસિક સ્વાસ્થ સેવાઓ સાથે જોડાયેલી સુવિધાઓના અભાવના કારણે લોકોની સ્થિતી વધારે ખરાબ થઇ રહી છે.

સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે સ્થિતીને હળવી કરવા અને લોકોની માનસિક સ્થિતીને સુધારી દેવા માટે હવે રોજગારમાં વધારો કરવાની જરૂર છે. સાથે સાથે સામુદાયિક જાગૃતિ કાર્યક્રમો મોટા પાય હાથ ધરવાની જરૂર છે. જો કે સૌથી મોટી જરૂરીયાત જમ્મુ કાશ્મીરમાં સામાન્ય લોકોની સ્તિતીને બદલવા માટેની છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here