જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જેશ-એ-મોહમ્મદના બે આતંકીઓ ઝડપાયા

0
13
Share
Share

શ્રીનગર,તા.૨૧

જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં જેશ-એ-મોહમ્મદ સંગઠન સાથે જોડાયેલા બે આતંકવાદીઓને ભારતીય સેનાએ શનિવારે ઝડપી પાડ્યા હતા. પોલીસના એક અધિકારીએ શનિવારે જણાવ્યું કે, વાગડ ત્રાલના બિલાલ અહમદ ચોપન અને ચતલમ પંપોરના મુરસલીન બશીર શેખની ધરપકડ કરવામાં આવી છે. બન્નેની દક્ષિણ કાશ્મીર જિલ્લાના અવંતીપોરા વિસ્તારમાંથી ધરપકડ કરાઈ છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, તપાસ અનુસાર જિલ્લાના પંપોર અને ત્રાલ વિસ્તારમાં આતંકવાદીઓને હથિયાર અને ગોળા બારુદ સિવાય સામાન અને આશ્રય આપતા હતા. પોલીસને વધુ તપાસ હાથ ધરી છે.

આ પહેલા ગુરુવારે સવારે જમ્મુ વિસ્તારમાં નગરોટાની પાસે અથડામણમાં માર્યા ગયેલા જૈશ-એ-મોહમ્મદના ૪ આતંકવાદીઓ પણ સાંબા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પરથી ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો અને તે શ્રીનગર જઈ રહ્યાં હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here