જમ્મુ-કાશ્મીરના પુલવામામાં અથડામણમાં બે આતંકી ઠાર

0
11
Share
Share

સેના-સીઆરપીએફની ટીમે સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન હાથ ધર્યુંઃ આતંકીઓ સામે ભારતીય સેનાની ઉગ્ર કાર્યવાહી

શ્રીનગર, તા. ૨૩

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાયી છે. પુલવામાના બાંદજી વિસ્તારમાં સર્જાયેલી આ અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા છે. જો કે સીઆરપીએફનો એક જવાન પણ શહીદ થઈ ગયો છે. હાલ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ અંગે કાશ્મીર ઝોનના આઈજી વિજય કુમારે જણાવ્યું કે, અથડામણમાં અત્યાર સુધી બે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે, પોલીસ, સેના અને સીઆરપીએફની ટીમે સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓને ઘેરી લેતાં તેમણે ફાયરિંગ શરૂ કર્યું હતું. જેના જવાબી ફાયરિંગમાં ૨ આતંકવાદીઓ ઠાર મરાયા છે. અગાઉ સોમવારે પુલવામાના ત્રાલ સેક્ટરમાં બાટગુંડના સીઆરપીએફ કેમ્પ નજીક ફાયરિંગ વચ્ચે ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. ગ્રેનેડ એટેક પહેલા જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં અજાણ્યા બંદૂકધારીઓએ મોડી રાત્રે ઢોક ડિફેન્સ કમિટીના સભ્ય ગોપાલનાથને ગોળી મારી દીધી. જણાવી દઈએ કે, કાશ્મીરમાં સેનાની સતર્કતાથી આતંકવાદીઓ પરેશાન છે. તેઓ સુરક્ષાબળો પર હુમલો કરી રહ્યાં છે. અગાઉ દક્ષિણ કાશ્મીરમાં રવિવારે સેનાના જવાનોએ બે અલગ-અલગ અથડામણમાં ૪ આતંકવાદીઓનો સફાયો કર્યો હતો. સૌ પ્રથમ સેનાના જવાનોએ શોપિયા જિલ્લામાં એક આતંકવાદીને ઠાર માર્યો હતો. જે બાદ શ્રીનગરના જાદિબલમાં સર્ચ ઓપરેશન દરમિયાન થયેલી અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. છેલ્લા ૪ મહિનામાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હિજ્બુલ મુજાહિદ્દીન અને અંસાજ ગજવાત-ઉલ-હિન્દના અનેક કમાન્ડરોને મોતને ઘાટ ઉતારી દેવામાં સેનાને સફળતા મળી છે. ભારતીય સેનાના જવાનો સતત ઓપરેશન પાર પાડીને આતંકાવાદીઓને એક પછી એક સફાયો કરી રહ્યાં છે. આ વર્ષે અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here