જમીનના મનદુઃખમાં યુવકે છરીના ઘા ઝીંકી પટેલ ખેડૂતને રહેશી નાખ્યા

0
23
Share
Share

રાજકોટ, તા.૧૩

પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના કબરાઉ ગામે જમીનના મામલે પટેલ પ્રૌઢની છરીના ઝીંકી કરપીણ હત્યાના બનાવમાં નાસી છુટેલા હત્યારાને ઝડપી લેવા પોલીસે દોડધામ આદરી છે.

વધુ વિગત મુજબ ભચાઉ નજીક આવેલા કબરાઉ ગામે રહેતા ધનજીભાઈ રાવરીયા નામના ૪૯ વર્ષીય પટેલ પ્રૌઢની ગામના જ શામજી રણછોડ ફટક નામના શખ્સે છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કર્યાની ભચાઉ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

આ બનાવની જાણ ભચાઉ પોલીસ મથકના પી.આઈ. એસ.એન.કરંગીયા સહિતના સ્ટાફને થતા ઘટના સ્થળે દોડી જઈ નાસી છુટેલા શામજી ફટકને ઝડપી લેવા દોડધામ આદરી છે. તેમજ પોલીસની પ્રાથમીક તપાસમાં મૃતક ધનજીભાઈ પટેલ અને આરોપી શામજી ફટક વચ્ચે જમીન બાબતે અગાઉ વિવાદ સર્જાયો હતો આથી હત્યા કર્યાની બહાર આવ્યું છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here