જમાલપુર શાકમાર્કેટમાં હડતાલ

0
13
Share
Share

શાકભાજીની કિંમતો વધી શકે છે

અમદાવાદ, તા. ૨૯

ગુજરાતમાં જીવલેણ વાઈરસ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે મહામારીથી સૌથી વધુ પ્રભાવિત અમદાવાદ શહેર છે. જ્યારે કોરોના સંક્રમિતોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. કોરોના સંક્રમણને ફેલાતું રોકવા માટે તકેદારીના ભાગરૂપે શહેરના જમાલપુર છઁસ્ઝ્ર શાક માર્કેટમાં અમુક જ વેપારીઓને પોલીસે મંજૂરી આપતા નારાજ વેપારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. જેના પગલે આગામી સમયમાં શાકભાજીની અછત સર્જાશે અને આગામી સમયમાં શાકભાજીની કિંમતો પણ વધી શકે છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, જમાલપુર છઁસ્ઝ્ર શાકમાર્કેટમાં ૨૪૦ હોલસેલના વેપારીઓમાંથી પોલીસ દ્વારા માત્ર ૫૩ વેપારીઓને જ મંજૂરી આપવામાં આવી છે. જેના કારણે વેપારીઓએ હડતાલ પાડી છે. અગાઉ રથયાત્રા બાદ માર્કેટ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસે ૩-૩ દિવસના ગાળામાં ૩૩% દુકાનો ખુલ્લી રાખવાનું કહેતા વિરોધ કરવામાં આવ્યો હતો. આ મામલે વેપારીઓ અને ખેડૂતોએ અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ નીવેડો ના આવતા વેપારીઓ અને ખેડૂતોએ હડતાલ પાડી છે.

જણાવી દઈએ કે, જથ્થાબંધ માર્કેટમાં હડતાળને પગલે તેની સીધી અસર છૂટક વેપારીઓ પર થશે. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં શાકભાજીની સપ્લાય જમાલપુર છઁસ્ઝ્ર શાકમાર્કેટમાંથી થતી હોય છે. હવે જો પૂરવઠો ખોરવાય, તો તેની અસર શાકભાજીના ભાવ પર પણ પડશે તે સ્વાભાવિક છે. જેના કારણે આગામી સમયમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here