જફર સરેશવાલાએ રથયાત્રાના શ્રદ્ધાળુઓને ’ટોપી વગરના તબલીગી’ ગણાવતા વિવાદ

0
11
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૪

સુપ્રીમ કોર્ટની મંજૂરી મળ્યા બાદ પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્યાં શ્રદ્ધાળુઓ પણ હાજર હતા. મૌલાના આઝાદ નેશનલ ઉર્દૂ યુનિવર્સિટીના ચાંસલર જફર સરેશવાલાએ આ મામલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે રથયાત્રામાં હાજર શ્રદ્ધાળુઓને ’ટોપી વગરના તબલીગી’ કહ્યા છે.

જફર સરેશવાલાએ રથયાત્રાનો વીડિયો શેર કરતા લખ્યું કે, આ ટોપી વગરના તબલીગી છે. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે સોમવારે જણાવ્યું હતું કે, મંદિર કમિટી અને સરકારના સહયોગ સાથે યાત્રા કાઢી શકાય છે પરંતુ લોકોના આરોગ્યના સાથે કોઈ બાંધછોડ થવી જોઈએ નહીં.

રથયાત્રામાં જેટલા પણ લોકો સામેલ હતા તેમના તમામનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. ઓડિશાના કાયદા મંત્રી પ્રતાપ જેનાએ જણાવ્યું હતું કે,  પુરીના જગન્નાથ મંદિરના સેવકોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તેમાંથી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેને રથયાત્રામાં સામેલ થવાની મંજૂરી મળશે નહીં.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here