જન્મજયંતિ ૧૫ મી ઓગષ્ટ મહર્ષિ અરવિંદ ઘોષ

0
93
Share
Share

એક પલ્લામાં વિશ્વનું બધું સાહિત્ય અને તત્વજ્ઞાન મુકીએ અને બીજા પલ્લામાં શ્રી અરવિંદનુ સાહિત્ય અને તત્વજ્ઞાન મુકીએ તો અરવિંદનુ પલ્લું કદાચ નમી જાય. આવી સરાહના સને ૧૯૫૬ ના ઓગષ્ટમાં પેરિસમાં વિશ્વ સાહિત્ય અને તત્વજ્ઞાનની સંયુકત આંતરરાષ્ટ્રીય પરિષદના અઘ્યક્ષ સ્થાનેથી ઈંગ્લેન્ડના તત્વચિંતક બટ્રરન્ડ રસેલે કરી હતી.

અરવિંદ આધુનિક યુગના સૌથી શ્રેષ્ઠ દાર્શનિક કહી શકાય. આ યુગના ભારતના સર્વોતમ કવિ કોણ ? તો તેનો નિર્વિવાદ જવાબ એક જ હોય કે ક્રાંતદર્શી અને વિશ્વ દ્રષ્ટા ગુરૂદેવ ટાગોર. તેમજ આ યુગના સર્વશ્રેષ્ઠ કર્મયોગી કોણ ? તો તેનો એક જ ઉતર હોય કે મહાત્મા ગાંધીજી. એજ રીતે આ યુગના પરમ દાર્શનિક તત્વજ્ઞાની કોણ ? તો તેનો ઉતર એક જ હોય  અરવિંદ.

વીસમી સદીના પરમ દાર્શનિક શ્રેષ્ઠ તત્વજ્ઞાની મહર્ષિ અરવિંદ ઘોષ સને ૧૮૯૩ થી સને ૧૯૦૬ સુધી ૧૨ વર્ષ વડોદરામાં સયાજીરાવ ગાયકવાડ રાજની સેવામાં રહ્યા હતા. તે ગુજરાત માટે ગૌરવ સમાન ગણાય છે. હિંદની પૂર્વ સ્વતંત્રતાના સર્વપ્રથમ અને સર્વોપરી ઉદ્દગાતા વંદનીય યુગ પુરૂષ અરવિંદ હતા.

અરવિંદ વિશે મહાપુરૂષો

મહર્ષિ અરવિંદને આધુનિક જમાનામાં સૌથી શ્રેષ્ઠ દાર્શનિક કહી શકાય. – ડો.ગુણવંત શાહ

સૈકાઓમાં ભાગ્યે જ પ્રગટ એવું અદભૂત અને વિરલ વ્યક્તિત્વ ધરાવતા અરવિંદ મારા રાજ્યમાં છે તેનું હું ગૌરવ અનુભવું છું. – મહારાજા સયાજીરાવ

પ્રા.અરવિંદ વડોદરા કોલેજમાં ભણાવતા ત્યારે અમારું વિદ્યાર્થી જગત ઘેલું બની જતું. – ભાઈલાલભાઈ પટેલ

જગત માટે અરવિંદના વિચારો તથા આદર્શોમાં મને પયગંબરના દર્શન થાય છે. – ડો.રાજેન્દ્ર પ્રસાદ

સને ૧૯૧૦ માં અરવિંદ રાજકારણ છોડી યોગ સાધના માટે પોંડીચેરી ચાલ્યા ગયા તો પણ યુવાનોના માર્ગદર્શક અને પ્રેરણાદાતા હતા. – સુભાષચંદ્ર બોઝ

આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરનાર અરવિંદના શબ્દો દ્વારા ભારત જગતને માર્ગદર્શન આપશે. – ગુરૂદેવ ટાગોર

આત્મત્યાગ, જ્ઞાન અને સત્યનિષ્ઠાની બાબતમાં અરવિંદની જોડે બેસી શકે તેવું હિંદમાં કોઈ નથી. – લોકમાન્ય તિલક

અરવિંદ ભારતના ગગનમાં અતિ તેજસ્વી ધૂમકેતુની જેમ પ્રકાશિત થયા અને નવયુવાનોનાં માનસ પર અતિ શક્તિશાળી છાપ સર્જી ગયા. – જવાહરલાલ નહેરુ

પ્રેક્ષક -ઃ બી.જી.કાનાણી – પ્રિન્સીપાલ ઉમિયાજી મહિલા સાયન્સ કોલેજ – ધ્રોલ

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here