જદયુ સામે પોતાના પક્ષનો ઉમેદવાર ઊતારશે ચિરાગ પાસવાન

0
14
Share
Share

પટના,તા.૮

બિહાર વિધાનસભાની ચૂંટણીની તૈયારી રૂપે દરેક પક્ષ અને નેતા પોતાની રીતે વ્યૂહ ઘડી રહ્યા હતા ત્યારે ચિરાગ પાસવાને પોતાના પિતાએ પંદર વર્ષ પહેલાં જે વ્યૂહ અપનાવ્યો હતો એ અપનાવવાનો નિર્ણ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. ચિરાગના પ્રમુખપદે લોજપના બિહાર પ્રદેશ સંસદીય બોર્ડની એક બેઠક યોજાઇ હતી. એમાં ચિરાગે દલિત નેતા જીતન રામ માંઝીએ એનડીએમાં જોડાવાનું પગલું ભર્યું તેથી જદયુ સામે પોતાના પક્ષનો ઉમેદવાર ઊભો કરવાનું નક્કી કર્યું હતું.

લોજપના બિહાર પ્રદેશ સંસદીય બોર્ડના અધ્યક્ષ અને પ્રવક્તા રાજુ તિવારીએ મિડિયાને કહ્યું હતું કે અમે વિધાનસભાની કુલ ૧૪૩ બેઠકોના ઉમેદવારોની યાદી તૈયાર કરીને કેન્દ્રીય સંસદીય બોર્ડને મોકલી આપી હતી.

કોની સાથે કેવીક સમજૂતી કરવી અને ક્યાં કોની સાથે કેટલી બેઠકોની વહેંચણી કરવી એનો નિર્ણય અને ચિરાગ પાસવાનને લેવાનું સોંપી દીધું હતું. પંદર વર્ષ પહેલાં રામ વિલાસ પાસવાને એવો વ્યૂહ અપનાવ્યો હતો કે લોજપ એનડીએનો એક હિસ્સો બની રહે પરંતુ બિહારમાં સ્વતંત્રપણે ચૂંટણી લડે. આ વખતે ચિરાગ પાસવાને પણ એજ ફોર્મ્યુલા અપનાવવાનો નિર્ણય કર્યો હતો. રસપ્રદ વિગત એ છે કે ૨૦૦૪ સુધી લોજપ અને રાજદ બંને કોંગ્રેસની સાથે હતા.

પરંતુ તેમને બહુ જલદી એ વાત સમજાઇ ગઇ હતી કે કોંગ્રેસ મોટોભાઇ બની રહેવા માગે છે એટલે ૨૦૦૫માં એ લોકોએ કોંગ્રેસનો સાથ ત્યજી દીધો હતો. જો કે ૨૦૦૫માં લોજપ કોંગ્રેસની સાથે રહ્યો હતો પરંતુ એ સમજૂતી લોજપે ફક્ત સંસદીય ચૂંટણી પૂરતી રાખી હતી. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં લોજપે પોતાનો સ્વતંત્ર માર્ગ અખત્યાર કર્યો હતો. ફેબ્રુઆરી ૨૦૦૫માં રાજદે ૨૧૦ બેઠકો પર ઉમેદવારો ઊતાર્યા હતા અને ૭૫ બેઠકો હાંસલ કરી હતી જ્યારે લોજપે ૧૭૮ ઉમેદવાર ઊભા રાખ્યા તા ્‌ને ૨૯ બેઠકો જીતી લીધી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here