જખૌ : સગીરાનાં અપહરણનો આરોપી ત્રણ વર્ષે ઝડપાયો

0
18
Share
Share

ભુજ, તા.૨૩

પેરોલ ફર્લો સ્કવોડના માણસો જખૌ મરીન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સ.ઈ. જે.પી.સોઢા તથા પો.હેડ કોન્સ. ધર્મેન્દ્ર મુળશંકર રાવલ તતથા વિરેન્દ્રસિંહ ભુપેન્દ્રસિંહ પરમારનાઓને હકિકત મળેલ કે અમરેલી જીલ્લાના પીપાવાવ પો.સ્ટે. ફસ્ટ ગુના નં.૧૫/૨૦૧૭ ઈપીકો કલમ ૩૬૩, ૩૬૬, ૧૧૪ તથા પોકસો એકટ કલમ ૪,૬,૧૮ વિ.મુજબના ગુના કામે છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી વનરાજ વિશ્રામભાઈ જોળીયા (કોળી) ઉ.વ.૩૮ રહે.મુળ ભોરાવડ ચાંચબંદર, તા.રાજુલા હાલ.રહે.જખૌ બંદર તા.અબડાસા વાળા નાસતા ફરતા આરોપીને જખૌ બંદર ઉપરથી હાજર મળી આવતા જે આરોપીને સી.આરી.પી.સી. કલમ ૪૧ (૧) આઈ મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે જખૌ મરીન પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.

ઉપરોક્ત કામગીરીમાં પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઈ. જે.પી.સોઢા તથા એ.એસ.આઈ. હરીલાલ બારોટ, પો.હેડ કોન્સ. ધર્મેન્દ્ર રાવલ, દિનેશભાઈ ગઢવી, રઘુવીરસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ પરમાર તથા ડ્રા.પો.કો. સુરેશભાઈ ચૌધરીનાઓ જોડાયેલ હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here