ભુજ તા. ર૬
ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સીમા નજીકના કચ્છના જખૌનાં દરિયામાં ફેંકી દેવાયેલા ચરસના અંદાજે ચાર લાખની કિંમતના વધુ ત્રણ જેટલા બંડલ દરિયાકાંઠામાં આવેલા ચેરિયાઓની કાદવ-કીચડ ભરેલી ઝાડીઓમાંથી મળી આવતાં ભારત-પાકિસ્તાન વચ્ચેનો સમુદ્ર હજુ પણ માદક દ્રવ્યોની હેરાફેરીમાં ખેડાતો રહ્યો હોવાનું બહાર આવી રહ્યું છે.