છ મહાનગરપાલિકા માટે કાલે મતદાનઃ રાજકીય પાર્ટીઓ વચ્ચે ખરાખરીનો જંગ

0
28
Share
Share

મતદારો માટે ૦૭૯ ૨૭૫૬૯૧૦૫ હેલ્પ લાઈન નંબર

તમામ ચૂંટણી પ્રકિયાના સંચાલન માટે ૨૮,૧૬૧ પોલિંગ સ્ટાફ ફરજ પર તહેનાત

ચૂંટણી તંત્ર દ્વારા ૪૮ વોર્ડમાં ૧૯૨ સીટ પર મતદાન માટે ૪૫૫૦ મતદાન મથકો તૈયાર કરાયા

અમદાવાદ,તા.૨૦

રાજ્યમાં છ મહાનગરપાલિકાના ચૂંટણીપ્રચારના પડઘમ શાંત થયા છે. ભાજપ, કોંગ્રેસ અને વિવિધ પક્ષોએ મતદારોને આકર્ષવા માટે દરેક ચૂંટણીદાવ અજમાવ્યા છે. રાજ્યમાં છ કોર્પોરેશનની ચૂંટણીમાં ૧૦ જેટલા રાજકીય પક્ષો મેદાનમાં છે, જેમાં ભાજપ, કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. અન્ય પક્ષોમાં આમ આદમી પાર્ટી, એનસીપી, બીએસપી, જનતા દળ સેક્યુલર, સીપીઆઇ, એઆઇએમઆઇએમ સહિતના પક્ષો અને અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. રાજ્યમાં ૨૧ ફેબ્રુઆરીએ છ મહાનગરપાલિકામાં મતદાન પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં કુલ ૧,૧૪ કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે.

સવારથી અલગ-અલગ વોર્ડમાં ઈવીએમ મશીન મોકલી દેવામાં આવ્યા છે. ઈવીએમ મશીનને ચેક કરી અને એને ચુસ્ત પોલીસ-બંદોબસ્ત સાથે વોર્ડના મતદાન મથકો પર મોકલવામાં આવી રહ્યા છે. આજે રાતે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે ચૂંટણી તંત્ર દ્વારા શહેરમાં ૪૮ વોર્ડમાં ૧૯૨ સીટ પર મતદાન માટે ૪૫૫૦ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. સમગ્ર ચૂંટણીપ્રક્રિયાના વ્યવસ્થાપન ૧૬ રિટર્નિંગ ઓફિસર અને ૧૬ આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર દ્વારા કરવામાં આવ્યું છે.

આ તમામ ચૂંટણી પ્રકિયાના સુચારુ સંચાલન માટે ૨૮,૧૬૧ પોલિંગ સ્ટાફને ફરજ પર તહેનાત કરવામાં આવ્યા છે. આજે સવારે મોક કોલ બાદ ૭ વાગ્યાથી મતદાન શરૂ થશે. સાંજે મતદાન પૂરું થયા બાદ ઈવીએમ  ગુજરાત કોલેજમાં સ્ટ્રોંગ રૂમમાં મૂકવામા આવશે. રાજ્યમાં ૨૧ ફેબ્રુઆરીએ છ મહાનગરપાલિકાઓમાં મતદાનની અને ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૧ના દિવસે મતગણતરી હાથ ધરવામાં આવશે. આજે રાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમ મશીન ૪૮ વોર્ડના ૪૫૦૦થી વધુ મતદાન મથકમાં રહેશે. આજે સાંજે ૬ વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ રાખવામાં આવશે. ચૂંટણી તંત્ર દ્વારા ૪૮ વોર્ડમાં ૧૯૨ સીટ પર મતદાન માટે ૪૫૫૦ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના વ્યવસ્થાપન ૧૬ રીટર્નીંગ ઓફીસર અને ૧૬ આસીસ્ટન્ટ રીટર્નીંગ ઓફીસર દ્વારા કરવામાં આવ્યું છે

અને તેઓ દેખરેખ રાખશે. મતદાન માટે તંત્ર દ્વારા ઈવીએમ હેઠળ કુલ ૧૦,૯૨૦ બેલેટીંગ યુનિટ અને ૫૪૬૦ કંટ્રોલ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે. આ તમામ ચૂંટણી પ્રકિયાના સુચારૂ સંચાલન માટે ૨૮૧૬૧ પોલીંગ સ્ટાફને ફરજ પર તહેનાત કરવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ચૂંટણીમાં ૨૩ લાખ ૭૧ હજાર ૬૦ પુરૂષ મતદાર અને ૨૧ લાખ ૭૦ હજાર ૧૪૧ સ્ત્રી મતદારો, ૧૪૫ જેટલા અન્ય મતદારો એમ કુલ ૪૫ લાખ ૪૧ હજાર ૩૪૬ મતદારો ચૂંટણીમાં મતદાન કરશે.

કોરોનામાં મતદાન માટે ઈલેક્શન કમિશને જાહેર કર્યો હેલ્પલાઈન નંબર

અમદાવાદમાં ચૂંટણીમાં લઈને તૈયારીઓ પૂર્ણ થઈ છે. ચૂંટણીને લઇ ચૂંટણી પંચની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે મતદારો માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. અમદાવાદમાં ચૂંટણીમાં લઈને તૈયારીઓ પૂર્ણ થઈ છે. ચૂંટણીને લઇ ચૂંટણી પંચની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે પ્રથમવાર મતદાન બુથનું સ્થળ દર્શવતા  પોસ્ટર લાગ્યા છે. સોસાયટી, ફ્લેટની બહાર મતદાન મથકના પોસ્ટર લગાવાયા છે. રહેણાંક વિસ્તારમાં મતદાન બુથની વિગત સાથે પોસ્ટર લાગ્યા. મતદારોને મતદાન મથક નહી શોધવું પડે. આ માટે મતદારો માટે ૦૭૯ ૨૭૫૬૯૧૦૫ હેલ્પ લાઈન નંબર જાહેર કરાયો છે.

પ્રથમ તબક્કે મહાનગરપાલિકા અને પછી નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે. ૬ મહાનગરપાલિકાઓ માટે ૨૧ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને ૨૩ ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતો તેમજ ૮૧ નગરપાલિકાઓ માટે ૨૮ ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની ૨ માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે.

૬ મહાનગરપાલિકાઓ માટે ૨૧ ફેબ્રુઆરીએ મતદાન અને ૨૩ ફેબ્રુઆરી મતગણતરી થશે. જેથી મનપાના પરિણામો જાહેર થઈ જશે. જેની અસર પંચાયતોની ચૂંટણી પર થઈ શકે છે. ૨૧ ફેબ્રુઆરીએ ૬ મહાનગર પાલિકાઓ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર માટે મતદાન થશે. જ્યારે જૂનાગઢની બે બેઠક પર પણ ચૂંટણી થશે.

રાજ્યમાં ૬ મનપાની ચૂંટણી મુદ્દે ગાઇડલાઇન જાહેર

અંતિમ એક કલાકમાં સંક્રમિત દર્દી કરી શકશે મતદાન

અગાઉથી સંક્રમિત દર્દીએ કરાવવી પડશે નોંધણી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે. ત્યારે સવાલ ઉભો થાય છે કે, શું આ ચૂંટણીમાં કોરોનાનાં દર્દીઓ મતદાન કરી શકશે? જેના જવાબરૂપે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જણાવી દઇએ કે, રાજ્યમાં ૬ મનપાની ચૂંટણી મુદ્દે ગાઇડલાઇન જાહેર કરવામાં આવેલ છે. કોરોનાનાં સંક્રમિત દર્દીઓ અંતિમ કલાકમાં મતદાન કરી શકશે.

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં કોરોનાનો આંક દિવસો જતા ઘટી રહ્યો છે. પરંતુ હજુ તે આપણા જીવનમાંથી પૂરી રીતે ચાલ્યો ગયો નથી. આ જ કારણ છે કે ચૂંટણીમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓ મતદાન કરી શકશે કે નહી તે સવાલો જનમુખે છે. ત્યારે આ સવાલનાં જવાબરૂપે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આપને જણાવી દઇએ કે, જે લોકો કોરોનાથી અગાઉથી જ સંક્રમિત હશે તેમણે નોંધણી કરાવવી પડશે, અને અંતિમ કલાકમાં તેઓ મતદાન કરી શકશે. મનપામાં મતદાન માટે હવે આખરે વ્યવસ્થા કરાઇ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here