છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ના મોત, ૩૪૬૩ કુલ મૃત્યુઆંક, ૮૯ વેન્ટિલેટર પર : ૧૬૬૨૮ સ્ટેબલ

0
28
Share
Share

સુરત ૨૮૮, અમદાવાદ ૧૯૩, વડોદરા ૧૩૪, રાજકોટ ૧૫૫, જામનગર ૯૨, ભાવનગર  ૪૬, જૂનાગઢ ૨૭, ગાંધીનગર ૩૮ મળી ૩૨ જિલ્લા અને ૮ મહાનગરોમાં નવા કેસ નોંધાયા

 

રાજકોટ તા૧

રાજયમાં આરોગ્ય તંત્ર દ્વારા નવા કેસ અને સ્વસ્થ થનારા દર્દી ઓનો આંકડો જાણે કોમ્પ્યુટરમાં સેટ કર્યો હોય તેમ છેલ્લા એક સપ્તાહથી ચાલી રહ્યું છે. કોરોનાગ્રસ્ત દદર્ીઓની સંખ્યામાં ખરેખર ઘટાડો થઇ રહ્યો છે અને વધુમાં વધુ દર્દી ઓ સ્વસ્થ થઇ રહ્યા છે તેમજ મૃત્યુઆંક ઘટી રહ્યાના સરકારી દાવાઓમાં કેટલી સત્યતા છે! છેલ્લા ત્રણ દિવસથી રાજયમાં અગાઉ જે ટેસ્ટીંગની સંખ્યા વધારવામાં આવી હતી તેના કારણે દર્દી ઓની સંખ્યા તેમજ મૃત્યુઆંક વધતા ઉપરાંત વિધાનસભાનું ટુંકૂ સત્ર ચાલુ હોવાથી વિપક્ષ સરકાર પર માછલા ધોઇ ન શકે તેવુ આયોજન ઘડાયેલ. છેલ્લા ત્રણેક દિવસથી રાજયમાં ફરી ટેસ્ટીંગની ગતિ પર બ્રેક લગાવવામાં આવ્યાનું જાણવા મળેલ છે. તેમજ જિલ્લા કક્ષાએ દર્દી ઓની સંખ્યા ઘટાડવા તાલુકા કક્ષાએ કોવિડ હોસ્પિટલ-સેન્ટરો શરૂ કરવામાં આવેલ છે જેના કારણે જિલ્લા કક્ષાએ સારવાર માટે આવતા દદર્ીઓની સંખ્યા ઘટવા પામેલ છે. પરંતુ હકિકતે કોરોનાગ્રસ્તો સ્થાનિક કક્ષાએ સારવાર મેળવતા થયા છે.

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૫૧  કેસ સાથે કુલ કેસનો આંકડો ૧.૩૮.૭૪૫ પર પહોંચ્યો છે. ૧૩૩૪  દર્દી સ્વસ્થ થયા છે. કુલ ૧.૧૮.૫૬૫ નજીક દર્દી ઓ કોરોના સામે જંગ જીત્યા છે.૧૦ દર્દી ના મોત સાથે કુલ મૃત્યુઆંક ૩૪૬૩  નજીક છે. ૮૯ દર્દી ઓ વેન્ટિલેટર પર છે. ૧૬૬૨૮ એકટીવ કેસ છે.

સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લા અને ૪ મહાનગરોમાં આજે કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ વધુ ૩૯૭ કેસો નોંધાયો છે. જેમાં રાજકોટમાં શહેરમાં ૧૦૮ નવા કેસ સાથે હાહાકાર મચી જતાં લોકોમાં ગભરાટનો માહોલ ઉભો થયો છે.લોકો બહાર નીકળતા પણ ગભરાટ અનુભવી રહ્યા છે. ગ્રામ્યમાં ૪૭  કેસ નોંધાયા છે. રાજકોટની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વધુ ૧૧ લોકોના મોત થયા છે. કુલ કેસનો આંકડો ૧૦૦૦૦ની નજીક પહોંચી ગયો છે.

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં વધુ ૧૩૫૧ દર્દી ઓ મળી આવ્યા છે. સુરત ૨૮૮, અમદાવાદ ૧૯૩, વડોદરા ૧૩૪, રાજકોટ ૧૫૫, જામનગર ૯૨, ભાવનગર  ૪૬, જૂનાગઢ ૨૭, ગાંધીનગર ૩૮, મહેસાણા ૪૮, બનાસકાંઠા ૩૪, અમરેલી ૩૧, પાટણ ૨૮, કચ્છ ૨૬, પંચમહાલ ૨૪, ભરૂચ ૨૨, સુરેન્દ્રનગર ૨૧, મોરબી ૧૯, આણંદ ૧૨, ગીર સોમનાથ ૧૨, મહિસાગર ૧૨, નવસારી ૧૨, તાપી ૧૨, સાબરકાંઠા ૧૧, નર્મદા ૧૦, ખેડા ૯, દેવભૂમિ દ્વારકા ૮, અરવલ્લી ૭, દાહોદ ૭, પોરબંદર પ, છોટાઉદેપુર ૪, વલસાડ ૩ અને બોટાદ ૩ નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૩૫૧ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર   કેસ

સુરત કોર્પોરેશન        ૧૭૬

અમદાવાદ કોર્પોરેશન   ૧૭૨

સુરત   ૧૧૨

રાજકોટ કોર્પોરેશન      ૧૦૮

વડોદરા કોર્પોરેશન     ૯૩

જામનગર કોર્પોરેશન    ૬૯

મહેસાણા        ૪૮

રાજકોટ ૪૭

વડોદરા        ૪૧

બનાસકાંઠા     ૩૪

અમરેલી        ૩૧

પાટણ  ૨૮

ભાવનગર કોર્પોરેશન   ૨૭

કચ્છ   ૨૬

પંચમહાલ      ૨૪

જામનગર      ૨૩

ભરૂચ   ૨૨

ગાંધીનગર કોર્પોરેશન   ૨૨

અમદાવાદ     ૨૧

સુરેન્દ્રનગર     ૨૧

ભાવનગર      ૧૯

મોરબી ૧૯

ગાંધીનગર      ૧૫

જુનાગઢ કોર્પોરેશન     ૧૫

આણંદ  ૧૨

ગીર સોમનાથ  ૧૨

જુનાગઢ        ૧૨

મહીસાગર      ૧૨

નવસારી        ૧૨

તાપી   ૧૨

સાબરકાંઠા      ૧૧

નર્મદા  ૧૦

ખેડા    ૯

દેવભૂમિ દ્ધારકા ૮

અરવલ્લી       ૭

દાહોદ  ૭

પોરબંદર       ૫

છોટા ઉદેપુર    ૪

વલસાડ        ૩

બોટાદ  ૨

કુલ     ૧૩૫૧

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here