છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૮૬,૫૦૮ પોઝિટિવ કેસ નોંધાયા

0
23
Share
Share

વધુ ૧૧૨૯ના મોત સાથે કુલ મૃત્યુઆંક ૯૦,૦૦૦ને પાર, ૧૩ દિવસમાં ૧૫૦૦૦થી વધુના મોત

ન્યુ દિલ્હી,તા.૨૪

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ પૂર ઝડપે ફેલાઈ રહ્યું છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ભારત દેશ બ્રાઝીલને પાછળ છોડીને બીજા સ્થાન પર પહોંચી ગયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ગુરૂવાર રોજ છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૮૬૫૦૮ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા ૫૬૪૬૦૧૦ સુધી પહોંચી ગઈ છે.

દેશમાં સતત છેલ્લા પાંચ દિવસથી કોરોના વાયરસના સંક્રમણમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા નવા નોંધાતા સંક્રમિતોના કેસો કરતા વધારે નોંધાઈ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૮૭૩૭૪ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૪૬૭૪૯૮૭ સુધી પહોંચી ગયો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે ગુરૂવાર સવારે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો ૯૬૬૩૮૨ સુધી પહોંચ્યો છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં ૧૧૨૯ લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્વાસ ભર્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને ૯૧૧૪૯ સુધી પહોંચી ગયો છે. જો કે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સામાન્ય વધારા બાદ ૮૧.૫૫ ટકા સુધી પહોંચ્યો છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ૬,૭૪,૩૬,૦૩૧ નમૂનાનું પરીક્ષણ કરાયુ છે. ૨૩મીના ગઈ કાલના રોજ ૧૧,૫૬,૫૬૯ નમૂનાનું પરીક્ષણ કરાયું. આમ દેશમાં કોરોના ટેસ્ટિંગ પણ વધી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતાં. આ વર્ચ્યુઅલ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે દેશમાં ૭૦૦થી વધુ જિલ્લા છે. જેમાં ભયજનક સ્થિતિવાળા ૬૦ જિલ્લા છે. સાત રાજ્યોના આ ૬૦ જિલ્લાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને સલાહ આપતા કહ્યું કે તેઓ સાત દિવસનો કાર્યક્રમ બનાવે. દરરોજ એક કલાકનો સમય કાઢીને તહસીલના એક કે બે બ્લોકના લોકો સાથે સીધી વાતચીત કરે. સાત દિવસ સુધી સતત આ પ્રકારે મિશન મોડમાં કામ કરતા બ્લોક લેવલ સુધી વર્ચ્યુઅલ કોન્ફરન્સ કરે. જેનાથી ઘણી મદદ મળશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here