છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસ ૮૬ હજારથી વધુ કેસ નોંધાયા

0
24
Share
Share

ભારતમાં સતત છ દિવસ કેસ ઘટ્યા બાદ ફરીથી એક્ટિવ કેસમાં વધારો

કુલ કેસનો આંકડો ૫૮.૧૮ લાખને પાર, ૧૧૪૧ના મોત સાથે મૃત્યુઆંક ૯૨૨૯૦એ પહોંચ્યો

ન્યુ દિલ્હી,તા.૨૫

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ પૂર ઝડપે ફેલાઈ રહ્યું છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ભારત દેશ બ્રાઝીલને પાછળ છોડીને બીજા સ્થાન પર પહોંચી ગયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે શુક્રવારના રોજ છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૮૬૦૫૨ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા ૫૮૧૮૫૭૦ સુધી પહોંચી ગઈ છે.

દેશમાં સતત છેલ્લા પાંચ દિવસથી કોરોના વાયરસના સંક્રમણમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા નવા નોંધાતા સંક્રમિતોના કેસો કરતા વધારે નોંધાઈ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૮૧૧૭૭ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૪૭૫૬૧૬૪ સુધી પહોંચી ગયો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શુક્રવાર સવારે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો ૯૭૦૧૧૬ સુધી પહોંચ્યો છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં ૧૧૪૧ લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્વાસ ભર્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને ૯૨૨૯૦ સુધી પહોંચી ગયો છે. જો કે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સામાન્ય વધારા બાદ ૮૧.૭૪ ટકા સુધી પહોંચ્યો છે.

ICMRના જણાવ્યાં મુજબ ૨૪ સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસના કુલ ૬ કરોડ ૮૯ લાખ સેમ્પલ ટેસ્ટ કરાયા હતાં. જેમાંથી ૧૫ લાખ સેમ્પલનું ટેસ્ટિંગ ગઈ કાલે કરવામાં આવ્યું.

આ બધા વચ્ચે દિલ્હીમાં કોવિડ-૧૯ના ૩૮૩૪ નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની સંખ્યા હવે ૨.૬૦ લાખ થઈ ગઈ છે. સંક્રમણથી ૩૬ વધુ દર્દીઓના મોત થયા બાદ કુલ મૃત્યુઆંક ૫૧૨૩ થયો છે. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય બુલેટિન મુજબ દેશની રાજધાનીમાં સંક્રમિતોની સંખ્યા  ૨,૬૦,૬૨૩ થઈ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here