છેલ્લા બે માસમાં ગુજરાતમાં કુલ ૧૪,૬૦૧ કુપોષિત બાળકો જન્મયા

0
7
Share
Share

અમદાવાદ,તા.૩૦

વાઈબ્રન્ટ ગુજરાત, બુલેટ ટ્રેન, સ્માર્ટ સિટી સહિતનાં અનેક બણગાં સરકાર ફૂંકે છે. હજારો-કરોડો રૂપિયા તેની જાહેરાતો પાછળ ખર્ચાઈ છે. પણ સ્માર્ટ સિટીની મસમોટી વાતો વચ્ચે ગુજરાતની વરવી વાસ્તવિકતા સામે આવી છે. ગતિશિલ ગણાતા ગુજરાત રાજ્યની ગતિ કોરોનાએ તો રૂંધી જ છે. સાથો સાથ ગુજરાતની વર્ષો જૂની સમસ્યા કુપોષણ પણ મુશ્કેલી વધારી રહી છે. રાજ્ય સરકારે કુપોષણ સામે ઘણા સમયથી લડાઈ માંડી છે પણ તે કારગત ન નિવડી હોય તેવા આંકડા સામે આવી રહ્યાં છે. છેલ્લા બે માસમાં ગુજરાતમાં કુલ ૧૪૬૦૧ બાળકો કુપોષિત જન્મયા છે. જેમાં મે માસમાં ૭૦૨૫ અને જૂન માસમાં ૫૫૧ના વધારા સાથે ૭૫૭૬ બાળકો કુપોષિત જન્મયા છે.

કોરોના નામની મહામારી અમદાવાદ અને હવે સુરતમાં મુશ્કેલી વધારી રહી છે. તેમ જ કુપોષણ નામનો દાનવ પણ જાણે કે અમદાવાદ અને સુરતમાં જ પોતોનો પંજો ફેલાવતો હોય તેમ રાજ્યનાં ૮ મહાનગરો પૈકી સુરત અને અમદાવાદમાં કુપોષિત બાળકોનો જન્મદર વધુ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે મહિનાથી ૮ મહાનગરોમાં સરેરાશ દરરોજ ૨૯ કુપોષિત બાળકો જન્મી રહ્યા છે. જે પૈકી મે માસમાં ૮૫૧ અને જૂન માસમાં ૯૦૨ કુપોષિત બાળકોનો જન્મ થયો. જોઈએ ૮ મહાનગરોમાં બે માસમા કુપોષિત બાળકોના થયેલા જન્મની આંકડાકિય માહિતી.

રાજ્યના ૩૩ જિલ્લાઓ પાકી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે મહિનામાં સૌથી વધુ ૯૦૫ કુપોષિત બાળકો જન્મયા છે. ત્યારબાદ ખેડામાં ૬૪૯ કુપોષિત બાળકો જન્મયા છે. રાજ્યમાં દરરોજ સરેરાશ ૨૪૩ કુપોષિત બાળકોના જન્મ થાય છે. છેલ્લા બે મહિનામાં રાજ્યમાં કુલ ૧૪૬૦૧ કુપોષિત બાળકોનો જન્મ થયો છે. જેમાં મે માસમાં ૭૦૨૫ અને જૂન માસમા ૭૫૭૬ કુપોષિત બાળકો જન્મયા છે. બે મહિનામાં જિલ્લા પ્રમાણે જન્મેલા કૃપોષિત બાળકોની સંખ્યા આ પ્રમાણે છે.

-સુરત કોર્પોરેશનમાં મે માસમાં ૨૫૯ જ્યારે જૂન માસમાં ૨૪૦ કુપોષિત બાળકો જન્મયા

-અમદાવાદ કોર્પોરેશનમાં મે માસમાં ૨૨૫ અને જૂન માસમાં ૨૨૯ કુપોષિત બાળકો જન્મયા

-રાજકોટ કોર્પોરેશનમાં મે માસમા ૧૨૧ અને જૂન માસમાં ૧૩૯ કુપોષિત બાળકો જન્મયા

-વડોદરા કોર્પોરેશનમાં મે માસમા ૧૦૨ જ્યારે જૂન માસમાં ૧૨૧ કુપોષિત બાળકો જન્મયા

-ભાવનગર કોર્પોરેશનમાં મે માસમાં ૬૯ અને જૂન માસમાં ૬૩ કુપોષિત બાળકો જન્મયા

-જામનગર કોર્પોરેશનમાં મે માસમાં ૫૦ અને જૂન માસમાં ૮૬ કુપોષિત બાળકો જન્મયા

-જુનાગઢ કોર્પોરેશનમાં મે માસમાં ૨૧ અને જૂન માસમાં ૧૯ કુપોષિત બાળકો જન્મયા

-ગાંધીનગર કોર્પોરેશનમાં મે અને જૂન માસમાં ૦૪-૦૪ કુપોષિત બાળકો જન્મયા

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here