છૂટાછેડા માટે આવેલી મહિલાને વકીલે લગ્નની લાલચ આપી શારિરીક સંબંધ બાંધ્યો

0
24
Share
Share

ગાંધીનગર,તા.૩૦

વકીલે મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે શારિરીક સંબંધ બાંધ્યા હતા. મહિલા વકીલ પાસે પોતાના પતિ સાથે છુટાછેડા લેવા માટે આવતી હતી. બાદમાં મહિલાને જાણ થઈ હતી કે, આવી રીતે છૂટાછેડા લેવા આવતી કેટલીય મહિલાઓ સાથે તેણે શારીરિક સંબંધો બાંધ્યા છે જેથી મહિલા વકીલના ઘરે પહોંચી હોબાળો મચાવ્યો હતો. મહિલાને સમજાવવા માટે વકિલે મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી.

આ અંગે મહિલા હેલ્પલાઈન ૧૮૧માં કોલ કરી એક વકીલે જણાવ્યું હતું કે, એક મહિલા તેમના ઘરે આવી અને હોબાળો કરે છે તમારી મદદની જરૂર છે. જેથી મહિલા હેલ્પલાઈનની ટીમ ત્યાં પહોંચી હતી, જ્યાં એક મહિલા હાજર હતી. ટીમે પુછતાં તેઓએ જણાવ્યું હતું કે, પતિ સાથે છૂટાછેડા લેવાનો કેસ આ વકીલ લડી રહ્યા છે. પૈસા લઈ અને શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. કેસ લડવા માટે માંગ કરતા હતા અને લગ્ન કરવાના વાયદા કર્યા હતા.

મહિલાને એવી માહિતી મળી હતી કે, આ વકીલે કેસ લડવાના બહાને પહેલા કેટલીય મહિલા સાથે આવી હરકતો કરી છે. જેથી તે મહિલા ભારે રોષમાં જોલા મળી હતી અને ગુસ્સામાં તે વકીલના ઘરે પહોંચી હતી. વકીલના ઘરે પહોંચી તેણીએ ભારે હોબાળો મચાવ્યો હતો. ભારે હોબાળો થતા ઘભરાયેલા વકીલે તાત્કાલિક મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here