છુટાછેડાથી બે પરિવાર જુદા થાય છે

0
24
Share
Share

માસુમ બાળકોના માનસિક આરોગ્ય પર માઠી અસર થાય છે

કપલની પાસે જો બાળક પણ તલાકના સમય હોય છે તો સ્થિતી વધારે ભાવનાત્મક પિડા આપનાર બની જાય છે : બાળકોને પ્રાથમિકતા જરૂરી

છુટાછેડા અથવા તો તલાક મા૬ બે લોકો સાથે જોડાયેલો મામલો હોતો નથી પરંતુ તેમાં  બે પરિવાર અલગ થાય છે. સ્થિતી વધારે ભાવનાત્મક પિડા આપનાર એ વખતે બની જાય છે જ્યારે કપલના બાળક પણ હોય છે. આવી સ્થિતીમાં બંનેની પ્રાથમિકતા બાળકના ભવિષ્યને રાખવામાં આવે તે જરૂરી છે. બાળકની ભાવનાત્મક સુરક્ષા અને આવનાર ફેરફારો માટે તેને માનસિક રીતે તૈયાર કરવાની બાબત પણ કપલની પ્રાથમિકતા રહે તે જરૂરી છે. માતાપિતા વચ્ચે છુટાછેડાની અસર બાળક પર કેટલી થાય છે તે તેની વય પર આધારિત રહે છે. આવી સ્થિતીમાં અલગ થઇ રહેલા માતાપિતાને સૌથી પહેલા આ બાબત પણ ડીલ કરવી જોઇએ કે પોતાના બાળકને તેઓ અલગ  થઇ રહ્યા છે તે બાબત કઇ રીતે કહે. બાળક માનસિક રીતે પોતાને મુશ્કેલીમાં ન અનુભવે તે માટે માતાપિતા ખાસ ધ્યાન રાખે તે જરૂરી છે. માતા પિતાના છુટાછેડાના કારણે બાળકના માનસિક આરોગ્ય પર માઠી અસર થાય છે. તેના વ્યવહારમાં આ બાબત દેખાઇ આવે છે. બાળકની એકાગ્રતામાં ઘટાડો થાય છે. માતાપિતા જો અલગ થઇ રહ્યા છે તો બાળક સારા પરિણામ હાંસલ કરવામાં નિષ્ફળ રહે છે. તે અભ્યાસમાં ધ્યાન આપી શકતો નથી. સતત નારાજગીમાં રહે છે. તેની વયના બાળકોની સાથે આવા બાળકોના લડાઇ ઝગડા થતા રહે છે. પેરેન્ટસની વાતો સાંભળતા નથી. નીંદ પણ પુરતા પ્રમાણમાં આવા બાળકોને આવતી નથી. ભોજનમાં રસ લેતા નથી. ડ્રગ્સ અને આલ્કોહલની ટેવ પડી જાય છે. છુટાછેડાના કારણે બાળક પર ખુબ માઠી અસર થાય છે. તેની કેરિયર પણ દાવમાં લાગી જાય છે. જે કંપલ અલગ થાય છે તેમના બાળક નાની નાની બાબતો પર નારાજ થાય છે. પ્રિયજનોથી દુર રહેવાનુ પસંદ કરે છે. જિદ્દી વલણ અપનાવવા લાગી જાય છે. છુટાછેડા લેવાની સ્થિતીમાં બાળકોની જરૂરિયાતોને ટોપ પ્રાયોરિટીમાં રાખવામાં આવે તે જરૂરી છે. બાળક જે દોરમાંથી પસાર થઇ રહ્યો છે તેને આગળ વધતા રોકી શકાય છે. કોઇ પણ બાળક માટે તેમના માતાપિતા વચ્ચે ડિવોર્સ ખુબ દુવિધાભરી સ્થિતી સમાન હોય છે. બાળક વિચારી શકતા નથી કે હવે તેમનુ શુ થશે. તેને વેલ્યુ મળશે કે કેમ તે અંગે વિચારણા કરવા લાગે છે. તે માતાપિતા વગર કઇ રીતે રહેશે તે બાબત પણ તે વિચારવા લાગી જાય છે. કેટલાક બાળકોને એવુ લાગે છે કે છુટાછેડા માટે તે પોતે જવાબદાર છે. આવી સ્થિતામાં તે પોતાને બ્લેમ કરે છે. તેઓ ગિલ્ટથી ભરાઇ જાય છે. બાળકની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવે તે જરૂરી છે. બાળક શુ ઇચ્છે છે તેની કાળજી રાખવાની જરૂર હોય છે. કારણ કે બાળકને તમારી વચ્ચે લડાઇ સાથે કોઇ લેવાદેવા હોતા નથી.તેને પોતાની સિક્યુરિટી અને બંનેના પ્રેમની જરૂર હોય છે. જેથી માતાપિતાની જવાબદારી છે કે અલગ થયા બાદ પણ બાળકો પ્રત્યે તેમની ભાવના અને પ્રેમ કમ નથી. તમે તમારા પાર્ટનરની સાથે સીધી રીતે વાતચીત કરી શકો છો. તમારી માતા એવી છે અથવા તો તમારા પિતા એવા છે તે બાબત પર બાળકો સાથે ક્યારેય ચર્ચા કરવી જોઇએ નહીં. આના કારણે બાળકો કેટલીક વખત પોતાને દોષિત ગણે છે. જેથી જરૂરી છે કે બંને સાથે બેસીને બાળકને છુટાછેડા સંબંધમાં વાત કરવાની જરૂર હોય છે. આ ગાળા દરમિયાન પોતાના પાર્ટનરની સાથે સન્માનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. બાળકને વય મુજબ યોગ્ય રીતે છુટાછેડા માટેના કારણો દર્શાવવાની જરૂર હોય છે. બાળક વારંવાર પુછે તો પણ માતાપિતા બંને એક જ કારણ આપે  તે જરૂરી છે. સાથે સાથે તેની સાથે રહેવા અને ન રહેવા માટેના કારણો પણ દર્શાવવા જોઇએ. બાળક પ્રત્યે બંને પ્રેમ ભાવના વ્યક્ત કરે તે જરૂરી છે. બંને તેમને મળતા રહેશે તેવી બાબત પણ દર્શાવવી જોઇએ. પોતાના એક્સ પાર્ટનરની સાથે હમેંશા સન્માનજક સંબંધ રાખવામાં આવે તે જરૂરી છે. પોતાના પાર્ટનરની સાથે હમેંશા બ્રાઇટ સાઇડ પર ધ્યાન આપવાની જરૂર હોય છે જેથી બાળક વધારે સુરક્ષિત થઇ શકે. બાળક પ્રત્યે પોતાની જવાબદારી બંને નક્કી કરી લે તે જરૂરી છે. બાળકની ભાવનાને હમેંશા સમજી લેવાના પ્રયાસ કરવા જોઇએ.મુશ્કેલ સમયમાં બાળકને આ બાબત પણ કહેવાની જરૂર હોય છે કે છુટાછેડા લેવા માટે તેમની કોઇ ભૂમિકા નથી. તેમના કારણે અલગ તઇ રહ્યા નથી. બંને હમેંશા મળતા રહેશે તેવી ખાતરી પણ બાળકને સતત મળતી રહે તે જરૂરી છે. જો કોઇ ફેરફાર બાળકમાં થાય છે અને તમામ પ્રયાસ છતાં બાળક ખુશ રહેતા નથી તો બાળકને સાયકોલોજિસ્ટને બતાવવાના પ્રયાસ કરવા જોઇએ. બાળકની સાથે ખુબ પ્રેમાળ વર્તન દરેક માતાપિતા રાખે છે. પરંતુ છુટાછેડા વેળા બાળકને ખુબ તકલીફ પડે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here