છાછરમાં આરએસએસના કાર્યકરો પર થયેલા હુમલાના વિરોધમાં તાલુકામાં સ્વૈચ્છિક બંધ

0
28
Share
Share

કોડીનાર,તા.૨૨

ગીર સોમનાથના કોડીનાર તાલુકાના છાછર ગામે બે દિવસ પૂર્વે રાત્રિના ચોક્કસ કોમનાં ટોળાએ રામ મંદિર નિર્માણ નિધિ એકત્ર કરવા ગયેલા આરએસએસના ૫ જેટલા કાર્યકરો પર હુમલો કર્યો હતો. જેના વિરોધમાં આજે કોડીનાર શહેર અને તાલુકામાં અડધા દિવસનું સ્વૈચ્છિક બંધ પાડવામા આવ્યું હતું. સ્વૈચ્છિક બંધના એલાનના પગલે કોડીનાર શહેર અને તાલુકામાં દુકાનો સજ્જડ બંધ રહી હતી. કોડીનાર શહેરમાં હિન્દુ સંગઠનના આગેવાનો તરફથી મૌન રેલી મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું. કોડીનાર તાલુકાના છાછર ગામે બે દિવસ પૂર્વે રામ મંદિર નિર્માણ માટે નિઘિ એકત્ર કરવા ગયેલા આરએસએસના ૫ જેટલા કાર્યકરો પર ચોકકસ કોમના લોકોએ હુમલો કર્યો હતો. જે અંગે પોલીસે ગુનો નોંઘી કાર્યવાહી હાથ ઘરી છે.

આ ઘટનાના વિરોઘમાં આજે અડઘો દિવસ હિન્દુ સંગઠનોએ કોડીનાર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારો બંઘ રાખવાની જાહેરાત કરી હતી. જેના પગલે આજે સવારથી કોડીનાર શહેર જડબેસલાક બંઘ રહ્યું હતું. જયારે તાલુકાના ગીર દેવળી, ડોળાસા, ઘાંટવડ, આલીદર સહિતના તમામ ગ્રામ્ય વિસ્તારો પણ સ્વયંભુ રીતે અડઘો દિવસ જડબેસલાક બંઘ રહયા હતા. છાછરની ઘટનાના વિરોઘમાં બપોરે કોડીનાર શહેરમાં સોમનાથ મંદિરના પટાંગણમાં વિહિપ, આરએસએસ સહિત હિન્દુ સમાજના આગેવાનો મોટીસંખ્યામાં એકત્ર થયા હતા.

ત્યારબાદ કોડીનાર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હરીભાઇ વિઠલાણી. યાર્ડના ચેરમેન સુભાષભાઇ ડોડીયા, કરણી સેનાના વિજયસિંહ જાદવ, સુરસિંહ મોરી, વિજયભાઇ ખખ્ખર, ભાવેશ કામદાર, ચિરાગભાઇ મોરી સહીતના તમામ સમાજના આગેવાનોની હાજરીમાં મૌન રેલી નીકળી હતી., જે વિવિઘ માર્ગો પરથી પસાર થઇ મામલતદાર કચેરીએ પહોંચી હતી. જયાં આગેવાનોએ મામલતદાર અને પીઆઇને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. આગેવાનોએ છાછરની ઘટનાને ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે. આરોપીઓને કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે ઘટતી કાર્યવાહી કરવાની માગ કરવામા આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here