ચોટીલા : સણોસરા ગામે રહેણાકમાંથી વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

0
20
Share
Share

સુરેન્દ્રનગર તા. ર૦

ચોટીલા સણોસરા ગામે રહેણાક મકાનમાં પોલીસે છાપો મારી ૬ લાખના ઇગ્લીશ દારૂ બિયરનાં જથ્થા સાથે એક યુવાનને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

ચોટીલા આણંદપુર જવાના રસ્તે આવેલ સણોસરા ગામે ઇગ્લીશ દારૂનો મોટો જથ્થો હોવાની હકિકત પીઆઇ બી. કે પટેલને મળતા પેટ્રોલીંગમાં રહેલ પીએસઆઇ એમ. કે. ગોસાઇ, કેતનભાઇ ચાવડા, જગાભાઇ રાઠોડ, નરેશભાઇ મકવાણા, શૈલેષભાઇ રોજાસરા, રાજેશભાઇ ઝાપડીયા સહિતનાને સાથે રાખી બાતમી વાળા રહેણાંક ઘર ઉપર છાપો મારતા ગોડાઉન ની જેમ રૂમમાં ગોઠવાયેલ પર પ્રાતિય ઇગ્લીશ ઇગ્લીશ દારૂની પેટીઓ અને બિયરનો જથ્થા સાથે આરોપી રાજવીર મંગળુભાઇ ધાધલ ને પકડી પાડેલ છે. દરોડામાં મેકડોનાલ્ડ ની ૬૦૦ બોટલ, એપિસોડ ગોલ્ડ ની ૯૬૦ બોટલ, બિયર ટીન ૧૬૮ સાથે કુલ રૂપિયા રૂ. ૬૦૧૦૦૦નાં મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી તેની સામે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.નાના એવા સણોસરા ગામમાં રહેણાંક મકાનમાં દારૂ બિયરનો જથ્થો મળી આવતા ગ્રામ્‌ય વિસ્તાર માંથી દારૂનું નેટવર્ક ચાલતુ હોવાની આશંકા સાથે ઝડપાયેલ જથ્થા અંગે તપાસ હાથ ધરેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here