ચોટીલા : સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરતો શખ્સ

0
20
Share
Share

સુરેન્દ્રનગર, તા.૨૮

સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સગીરા સહિત યુવતીઓ પર દુષ્કર્મ અને અપહરણના બનાવો વધી રહ્યાં છે ત્યારે ચોટીલા શહેરી વિસ્તારમાં રહેતી સગીરાના ઘરમાં ઘુસી બે શખ્સોએ બળજબરી પૂર્વક બાઈક પર લઈ જઈ દુષ્કર્મ તેમજ અપહરણ અંગે ચોટીલા પોલીસ મથકે બે શખ્સો સામે ફરીયાદ નોંધાવા પામી હતી.

મળતી માહિતી મુજબ ચોટીલા શહેરના પાળીયાદ રોડ પર રહેતી ૧૪ વર્ષની સગીરા યુવતીના ઘરમાં મોડી રાત્રે બે શખ્સોએ ઘુસી સગીરાને બાઈક પર વાડીએ લઈ જઈ બે શખ્સો પૈકી એક શખ્સે દુષ્કર્મ આચર્યું હતુ અને અન્ય શખ્સે મદદગારી કરી હતી જે અંગે ભોગ બનનાર સગીરાના પરિવારજને ચોટીલા પોલીસ મથકે વિજય કાળુભાઈ તેમજ મહેશભાઈ સામે દુષ્કર્મ તેમજ અપહરણની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ચોટીલા પોલીસ ચલાવી રહી છે.

ભાણવડ : સગીરા પર દુષ્કર્મ આચરનાર સામે ફરિયાદ

ભાણવડમાં સગીરાનું અપહરણ કરી બરડા ડુંગરમાં લઈ જઈ તેની સાથે મરજી વિરૂઘ્ધ બે વખત શારિરીક સુખ માણતા વાનાવડના શખ્સ અને અપહરણમાં મદદગારી કરનાર તેના મિત્ર વિરૂઘ્ધ સગીરાની માતાએ ભાણવડ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે બન્ને શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિગત મુજબ ભાણવડમાં રહેતી ૧૫ વર્ષની સગીરાને વાનાવડ ગામે રહેતો વિજય વાલજી વાઘેલા નામનો શખ્સ લગ્નની લાલચ આપી અપહરણ કરી બાઈકમાં બેસાડી બરડા ડુંગરમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યો હતો. સગીરાનું અપહરણ કરવામાં તેમનો જ કૌટુંબીક મેરૂ ભીખા વાઘેલાએ મદદગારી કરતા સગીરાની માતાની ફરીયાદ પરથી બન્ને વિરૂઘ્ધ પોકસો સહિતની કલમ હેઠળ ભાણવડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here