ચોટીલા નજીક ખાનગી બસમાંથી બીયરનાં ૪૨ ટીન ઝડપાયા, ૩ સામે નોંધાયો ગુન્હો

0
25
Share
Share

સુરેન્દ્રનગર, તા.૨૪

ચોટીલા પોલીસ ટીમે હાઇવે પર ચાર રસ્તે વાહન ચેકીંગ કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે ખાનગી ટ્રાવેલસ રોકાવી તપાસ કરાતા તેમાંથી બીયર ટીન મળી આવ્યા હતા. આથી બિયર, મોબાઇલ, બસ સહિત રુ.૧૦,૧૪,૨૦૦નો મુદામાલ જપ્ત કરી ડ્રાઇવર અને ક્લીનર વિરુધ્ધ ગુનો નોંધાયો હતો. ચોટીલામાં પોલીસ ટીમ ચોટીલા ચાર રસ્તા પર ચેકીંગ હાથ ધર્યુ હતુ. તે દરમિયાન આસમાથી મજુર ભરેલી ખાનગી બસ જુનાગઢ જતી હોવાનો અને તેમાં બિયર હોવાની ખાનગી બાતમી મળી હતી. આથી પોલીસે બસપસાર થતા તેને અટકાવી તેમાં ચેક કરતા સીટ નીચે રાખેલ ૪૨ બીયરના ટીન મળી આવ્યા હતા.

આથી પોલીસે બીયરના ટીન કિંમત રુ.૪૨૦૦, મોબાઇલ બસ સહિત કુલ રુ.૧૦,૧૪,૨૦૦નો મુદામાલ કબજે કરી જુનાગઢના ડ્રાઇવર વાલાભાઇ ખીમાભાઇ પરમાર તથા જુનાગઢના ઝાંઝરડાના રહીશ ક્લીનર આણંદભાઇ રણમલભાઇ આહીરને ઝડપી પડાયા હતા. જ્યારે ડ્રાઇવર, ક્લીનર તથા બીના માલિક જેતપુરના રાજુભાઇ રવિભાઇ જયસ્વાલ સામે ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. આ કાર્યવાહીમાં ચોટીલા પીઆઇ ભાવનાબેન પટેલ, શેખાભાઇ, વિનભાઇ સહિત પોલીસ કર્મી જોડાયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here