બચ્ચું નહીં મળતા અઠવાડીયાથી દિપડીની અવર જવરથી ગ્રામજનોમાં ગભરાટ
સુરેન્દ્રનગર, તા.૩૦
ચોટીલા તાલુકાના રાજપર ગામના ખેડૂત વિહાભાઈ ગોબરભાઈ દુધરેજીયાની વાડીમાં આવેલ ખુલ્લા કુવામાં અકસ્માતે દિપડો પડી જવાની માહિતી મળતા જ ચોટીલા રેન્જ વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
વન વિભાગ દ્વારા ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવીને સત્વરે રેસ્કયુ માટેના સાધનોની વ્યવસ્થા કરીને અંદાજિત ૫૦ ફૂટ ઊંડા કુવામાંથી દિપડાને રેસ્કયુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આશરે ૬ કલાકની જહેમત બાદ વન વિભાગે દિપડાને રેસ્કયુ કરવામાં સફળતા મેળવી હતી. દિપડાને રેસ્કયુ કરી પ્રાથમિક તપાસ અને સારવાર અંગે વેટરનરી ડોકટર પાસે લઈ ગયા બાદ દિપડાને સુરક્ષિત રીતે જંગલમાં મુકત કરી દેવામાં આવ્યો હતો.