ચોટીલા : આણંદપુર ગામે સગાઈ બાદ લગ્ન બાબતે બે પરીવારો બાખડ્યા, ૧૦ ને ઈજા

0
12
Share
Share

સુરેન્દ્રનગર, તા.૨૧

ચોટીલા તાલુકાનાં આણંદપુર ગામે દિકરીના લગ્ન બાબતે એક જ જ્ઞાતિનાં બે પરિવારો વચ્ચે જુથ અથડામણમાં ૧૦ વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા ચોટીલા તથા રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા. દિકરીની સગાઈ બાદ લગ્ન કરવાની બાબતે બંને પરિવારો વચ્ચે બોલાચાલી થયા બાદ બઘડાટી બોલવા પામી હતી. બનાવ અંગે ચોટીલા પોલીસમાં સામસામી ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ આણંદપર, ભાડલા ગામમાં રહેતા દાદુભાઈ ભલાભાઈ વાઘેલા, દિનેશભાઈ વાલજીભાઈ વાઘેલા, રમેશભાઈ ભલાભાઈ વાઘેલા અને વાલજીભાઈ માણસુરભાઈ વાઘેલા સવારે પોતાના ઘરે હતા ત્યારે બધાભાઈ, રાહુલ, જગદીશ, મહેશ, વિજય તથા અજાણ્યા શખ્સોએ આવી કુહાડા વડે તથા ધોકા અને પાઈપ સાથે આવીને ઝઘડો કરી ઉશ્કેરાઈને હુમલો કરતા દાદુભાઈ, દિનેશભાઈ, રમેશભાઈ અને વાલજીભાઈને માથા તથા શરીરે ઈજા થતા ચારેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ બનાવમાં રમેશભાઈની દીકરીની સગાઈ કીડી કડીયાણા ગામમાં થઈ હતી બાદ તેના લગ્નની વાતચીત ચાલતી હતી ત્યારે મહેશ બધાએ આવીને માથાકુટ કરી હતી આ મામલે ડખ્ખો થયો હોવાનુ ઈજાગ્રસ્ત ચારેય વ્યક્તિએ જણાવ્યું હતુ આ અંગે સિવિલ હોસ્પિટલ ચોકના ઈન્ચાજર્ જાણ કરવા ચોટીલા પોલીસે તપાસ આદરી છે.

સાયલા : કેરાળી ગામે જમીન મામલે બે જુથ વચ્ચે મારામારી, ચારને ઈજા

સાયલાના કરાળી ગામે જમીનના ડખ્ખામાં એક જ પરિવારના બે જૂથ વચ્ચે કુહાડી, ધોકા, પાઈપ વડે મારમારી કરતા બાળક સહિત પાંચ લોકો ઘવાતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગત મુજબ સાયલાના કરાળી ગામે જમીન બાબતે ડખ્ખો થતા વનરાજભાઈ દાનભાઈ ગોવાળિયા (ઉ.વ.૨૫) તેના પિતા દાનભાઈ ભીમભાઈ ગોવાળિયા (ઉ.વ.૬૦), રાજદીપ વનરાજભાઈ ગોવાળિયા (ઉ.વ.૧૫), લાખુબેન દાનભાઈ ગોવાળિયા (ઉ.વ.૬૫) પર બપોરના સમયે કૌટુંબિક મોઢભાઈ ગોવાળિયા, વિજયભાઈ ગોવાળિયા, પ્રદીપ ગોવાળિયાએ ધારીયા, પાઈપ અને કુહાડી વડે હુમલો કર્યો હતો. મારામારીમાં ઘવાયેલા સગીર સહિત ચારને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here