ચેન્નાઇના કંગાળ પ્રદર્શન પર રવિન્દ્ર જાડેજાએ લખી પોસ્ટ

0
30
Share
Share

દુબઇ,તા.૨૨

ત્રણ વખતની આઈપીએલ વિજેતા ચેન્નઈ સુપર કિંગ્સનો વર્તમાન સીઝનમાં દેખાવ અપેક્ષા મુજબનો રહ્યો નથી અને હાલ પોઇન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. આ પહેલા રમાયેલી આઈપીએલની તમામ સીઝનમાં ચેન્નઈ આઈપીએલ પ્લેઓફમાં પહોંચી છે. ધોનીના નેતૃત્વ હેઠળની ચેન્નઈ માટે આઈપીએલના ઇતિહાસમાં કંગાળ દેખાવ કર્યો છે ત્યારે ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પ્રેરણાદાયી પોસ્ટ કરી છે.

જાડેજાએ સ્ટોરી પોસ્ટ કરીને કહ્યું, અમે જીતી શકીએ, અમે જીતીશું અને જીતવું જ જોઈએ. જાડેજાની આ પોસ્ટ ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડીઓમાં નવો જોમ ભરી શકે છે. આઇપીએલ-૨૦૨૦માં જાડેજાનો દેખાવ સારો રહ્યો છે. જાડેજાએ બોલિંગની સાથે બેટિંગમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ છે.

આઈપીએલની વર્તમાન સીઝનમાં સીએસકે-૧૦ મેચમાંથી માત્ર ૩ મેચ જ જીતી શક્યું છે. જ્યારે ૭ મેચમાં હાર થઈ છે અને પોઇન્ટ ટેબલમાં તળિયે છે. ઉપરાંત હવે તેની પ્લેઓફમાં પહોંચવાની પણ આશા નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here