ચૂંટણીવાળા રાજ્યો માટે મોદી સરકારે પટારો ખોલ્યોઃ ૨.૨૭ લાખ કરોડ ફાળવ્યા

0
22
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧

ચૂંટણીવાળા રાજ્યોમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કુલ ૨.૨૭ લાખ કરોડની જાહેરાત કરી છે. આ જાહેરાતમાં ખાસ વાત એ છે કે બંગાળ કરતાં વધારે ધ્યાન તમિલનાડુનુ રાખામાં આવ્યું છે. આસામ, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ માટે મોટા માર્ગ પ્રોજેક્ટ્‌સની જાહેરાત કરી છે. નાણાં પ્રધાને બજેટ ભાષણમાં કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ૯૫,૦૦૦ કરોડના ખર્ચે ૬૭૫ કિલોમીટર લાંબો હાઇવે બનાવવામાં આવશે, જે કોલકાતાને સિલિગુરીથી જોડશે.

નાણાં પ્રધાને બજેટ ભાષણમાં માર્ગ, પરિવહન અને હાઇવે ક્ષેત્ર માટે રૂ. ૧.૧૮ લાખ કરોડનું બજેટ પ્રસ્તાવ રાખ્યો છે. આ અંતર્ગત કેરળમાં ૬૫૦૦૦ કરોડના ખર્ચે ૧૧૦૦ કિલોમીટર લાંબો હાઇવે બનાવવામાં આવશે. તેમણે માહિતી આપી હતી કે આસામમાં ૧૯ હજાર કરોડ રૂપિયાના રોડ પ્રોજેક્ટનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. આગામી ત્રણ વર્ષમાં ૧૩૦૦ કિ.મી. લાંબા રસ્તા બનશે. નાણામંત્રીએ આગામી ત્રણ વર્ષમાં આસામમાં હાઇવે અને આર્થિક કોરિડોરની જાહેરાત કરી છે.

નાણાં પ્રધાને કહ્યું કે, રાજમાર્ગનું નિર્માણ દક્ષિણ રાજ્ય તામિલનાડુમાં ૩૫૦૦ કિલોમીટરની લંબાઈમાં કરવામાં આવશે. તેમણે કહ્યું કે તામિલનાડુમાં નેશનલ હાઇવે પ્રોજેક્ટ અને આર્થિક કોરિડોરની કિંમત ૧.૦૩ લાખ કરોડ રૂપિયા હશે. આ અંતર્ગત હાઇવેનું નિર્માણ કરવામાં આવશે. સીતારમને મુંબઈ-કન્યાકુમારી આર્થિક કોરિડોરની પણ જાહેરાત કરી છે.

નિર્મલા સીતારામને પોતાના બજેટ ભાષણમાં બે શહેરોમાં મેટ્રો લાઇટ અને મેટ્રો નિયો સેવા શરૂ કરવાની પણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે હાલના મેટ્રો ટ્રેન કરતાં નવા પ્રોજેક્ટમાં ઓછો ખર્ચ થશે. નાણાં પ્રધાને ચેન્નઈ, નાગપુર સહિત ઘણા શહેરોમાં મેટ્રો નેટવર્કને વિસ્તૃત કરવાની પણ જાહેરાત કરી છે. તેમણે આવતા નાણાકીય વર્ષમાં રેલવે માટે ૧.૧ લાખ કરોડ રૂપિયાનું બજેટ પ્રસ્તાવ મૂક્યો છે.

શહેરી વિસ્તારોમાં સાર્વજનિક પરિવહન માટે ૧૮,૦૦૦ કરોડની જાહેરાત

સરકારે શહેરી વિસ્તારોમાં સાર્વજનિક પરિવહનને મજબૂતી પ્રદાન કરવા માટે સોમવારે ૧૮,૦૦૦ કરોડ રૂપિયાની યોજનાની જાહેરાત કરી છે. નાણા મંત્રી નિર્મલા સીતારામને લોકસભામાં પહેલા પેપરલેસ સામાન્ય બજેટ પ્રસ્તુત કરતા કહ્યુ કે ડિસેમ્બર ૨૦૨૩ સુધી બ્રૉડ ગેજ રેલ પાટાઓનુ ૧૦૦ ટકા વીજળીકરણ થશે.

જમ્મુ-કાશ્મીરમાં ગેસ પાઈપલાઈન યોજનાનું એલાન

‘ઉજ્જવલા યોજના’ અંતર્ગત એક કરોડ લાભાર્થીઓને જોડવામાં આવશે. અત્યાર સુધી ૮ કરોડ લોકોને આ મદદ આપવામાં આવ છે. જમ્મુ-કાશ્મીરમાં પણ ગેસ પાઈપલાઈન યોજનાની શરૂઆત કરવામાં આવશે.

દારૂ થશે મોંઘોઃ સરકારે ૧૦૦ ટકા સેસ લાદ્યો

નાણાંમંત્રી નિર્મલા સિતારમણે વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ રજુ કર્યું જેમાં શરાબના શોખીનો માટે માઠા સમાચાર આવ્યા છે. સરકારે પોતાના આગામી નાણાંકિય વર્ષમાં દારુ સાથે જોડાયેલા પદાર્થોમાં ૧૦૦% સેસ લગાવવાનો નિર્ણય કર્યો છે.

સરકારના આ નિર્ણયથી દારુની કિમતમાં વધારો થશે. કેન્દ્રીય નાણાંમંત્રીએ કહ્યું કે, દારુ અને અન્ય પદાર્થોમાં છ સેસ લગાવવામાં આવશે.

બજેટઃ રેલ્વે બાદ હવે પોર્ટનું પણ ખાનગીકરણ

સાંસદમાં ચાલી રહેલા બજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારામને ભારતીય બંદરોના ખાનગીકરણની બજેટમાં રજૂઆત કરી છે. નાણા મંત્રીએ બજેટ સ્પીચમાં જણાવ્યું છે કે, હવે રેલવે અને એરપોર્ટ બાદ પોર્ટનું પણ ખાનગીકરણ થશે.

મુખ્ય ભારતીય બંદરો ઓપરેશનલ સેવાઓથી ખાનગી ભાગીદારોને આમંત્રણ આપવા, પીપીપી (સાર્વજનિક-ખાનગી-ભાગીદારી) આધારે આગળ વધશે.

ઉલ્લેખનીય છે કે, પ્રાઈવેટ હાથોમાં જતા સેક્ટરોની સ્થિતિ આપણે જોઈ શકીએ છીએ. મોટાભાગના એરપોર્ટની ઓથોરિટી અદાણીને મળી ગઈ છે અને ગેસ પાઈપલાઈન તથા ડીસ્ટ્રીબ્યુશનની જવાબદારી પણ તેને મળેલી છે ત્યારે હવે આગામી સમયમાં પોર્ટ પણ ખાનગી ખેલાડીઓ દ્વારા ચલાવાશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here